________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો: ૨૨
૧૭૧
આમ અનેક રીતે વિચાર કરતાં એમ લાગે છે, કે માનવસમાજની સેવા અને માનવતાની સાચવણી ફાંસીની સજાને ચાલુ રાખવામાં નહીં, પણ એને રદ કરવામાં જ રહેલી છે.
કાયદાના અમલ માટે એક સુભગ લક્ષ્મણરેખા દોરવામાં આવેલી છે એ પણ આ પ્રસંગે ધ્યાનમાં લેવા જેવી છે. એ લક્ષ્મણરેખા કહે છે, કે ન્યાયાધીશે સો ગુનેગાર છૂટી જાય એની ચિંતા ન કરતાં એક બિનગુનેગાર ઠંડાઈ ન જાય તેવી ચિંતા રાખવી ઘટે. આ જ સિદ્ધાંતને ફાંસીની સજાને રદ કરવાની તરફેણમાં પણ લાગુ કરીને કહેવું હોય તો કહી શકાય કે કોઈ માનવીને મોતની સજા રદ થવાથી મળતી પોતાનું જીવન સારું બનાવવાની તકનો ઉપયોગ એણે ન કરવો હોય, તો એ એની મરજીની વાત છે; પણ એવા માથાભારે માનવીઓનો જ વિચાર કરીને ફાંસીની સજા ચાલુ રાખીને જે માનવીઓ પોતાનું જીવન સુધારવાની તકનો લાભ લઈ શકે એવા હોય, એમને એ તકથી કાયમને માટે વંચિત રાખવા એ ન્યાયને નામે સરાસર અન્યાય છે, અને તેથી એ વહેલામાં વહેલી તકે દૂર થવો જ જોઈએ; એ દૂર થાય એમાં જ માનવસમાજની માનવતા, સંસ્કારિતા અને ધાર્મિકતાની સાચી અભિવ્યક્તિ રહેલી છે.
એમ લાગે છે, કે ફાંસી-વિરોધી કંઈક આવી લાગણીથી જ પ્રેરાઈને છેલ્લાં કેટલાંક વર્ષોથી દુનિયાના ઘણા સંસ્કારી અને આગળ પડતા લેખાતા દેશોમાં હવે પછી આવી પ્રાણઘાતક સજા ચાલુ રહેવી જોઈએ કે નહીં એની ચર્ચા-વિચારણા થવા લાગી છે. અહીં એ વાતની નોંધ લેતાં ખરેખર આનંદ થાય છે, કે આવી વિચારણાને અંતે, એક સુભગ અખતરારૂપે, કેટલાંક વર્ષ પહેલાં ઇંગ્લેન્ડની સરકારે અમુક (પાંચ કે દસ) વર્ષ માટે આ સજા રદ લેખવાનું આવકારપાત્ર અને માનવતાવાદી પગલું ભર્યું છે. બીજા કોઈ દેશોએ આવું પગલું ભર્યું હોય તો તેની માહિતી અમારી પાસે નહીં હોવાથી અમારા વાચકમિત્રો એ લખી મોકલશે તો અમે તે સાભાર પ્રગટ કરીશું.
પણ આ બાબતમાં બહુ જ ખેદ ઉપજાવે એવી વાત તો એ છે, કે ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવતા અને અહિંસા અને કરુણાની કર્મભૂમિ લેખાતા હિંદુસ્તાનની સરકાર હજી સુધી આ સજાને નાબૂદ કરવાની દિશામાં પગલાં નથી ભરી શકી; તેમ જ પ્રજામાં પણ આવા મહત્ત્વના વિચારને અમલી રૂપ આપવા-અપાવવા માટે કશી જ હિલચાલ નથી ચાલતી !
જ્યારે ફાંસીની સજા રદ કરવાની ચર્ચા-વિચારણા કંઈક જોશપૂર્વક ચાલતી હતી. તે વખતે, સાત વર્ષ પહેલાં, જૈનસંઘના તેરાપંથી ફિરકાના સમય-જ્ઞ અને સ્વતંત્ર ચિંતક આચાર્યશ્રી તુલસીજીએ જ્યપુર જેલના કેદીઓ સમક્ષ ધર્મપ્રવચન કરતાં ફાંસીની સજા રદ કરવાની તરફેણ કરતાં કહેલું -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org