________________
૧૬૦
જિનમાર્ગનું જતન પછી ન તો એને અહિંસાનહિંસાનો કે ન તો સત્ય-અસત્યનો વિવેક રહે છે. જાણે અમરપટો લઈને આવ્યો હોય એમ પોતાના ગમે તે જાતના પોષણ અને સુશોભન માટે બેફામ રીતે વર્તવા લાગે છે. આનું માઠું પરિણામ નિર્દોષ મૂંગા જીવોને વેઠવું પડે છે.
રોગની ચિકિત્સા માટે કે શરીરને વધારે શક્તિશાળી બનાવવા માટે પ્રાણીજન્ય ઔષધો નહીં વાપરવાની વાત તો આજે મોટે ભાગે ભુલાઈ જ ગઈ છે. પણ હમણાંહમણાં સૌંદર્યનાં પ્રસાધનો તૈયાર કરવા માટે પણ માનવી ક્રૂરતા દાખવતો થઈ ગયો છે એ સાંસ્કૃતિક અધોગતિની નિશાની છે.
રેવન્ડ જે. ડેવિડ ટાઉનસ્ટેન્ડનો એક લેખ “સુંદરતા માટે એ નામે જૈનપ્રકાશ” સાપ્તાહિકના તા. ૨૩-૧૨-૧૯૬૬ના અંકમાં પ્રગટ થયો છે. એમાં સૌંદર્યનાં પ્રસાધનો તૈયાર કરવા માટે બિલાડી, માછલી વગેરે તરફ કેવી ક્રૂરતા દાખવવામાં આવે છે એનું દુઃખદ ચિત્ર દોર્યા પછી ક્રૂરતાનો આશ્રય લીધા વગર સૌંદર્યનાં સાધનો તૈયાર કરવા માટે એક અંગ્રેજ મહિલા કેવો નિષ્ઠાભર્યો પ્રયત્ન કરી રહેલ છે એની રસપ્રદ વિગતો આપી છે. ધર્મ, અહિંસા અને પ્રાણીદયામાં આસ્થા ધરાવતા સહુ કોઈને એ વાંચવાવિચારવા અહીં એ સાભાર રજૂ કરીએ છીએ :
સ્ત્રી-સૌંદર્ય પ્રસાધનોની ચમકતી દુનિયાની આ પડદા પાછળની કારમી કહાણી પર પ્રકાશ ફેંકવાના તેમ જ પ્રાણીઓના લોહીથી ખરડાયા વિનાનાં સૌન્દર્યપ્રસાધનો બનાવવાનો પ્રચાર કરવાના એક મહત્ત્વના કાર્ય માટે “કૂરતાવિહોણું સૌંદર્ય નામની એક ચળવળ ચાલી રહી છે. આ યોજનાની જનેતા લેડી ડાઉડિંગ નામનાં એક સન્નારી છે, જેણે પાંચેક વર્ષ પહેલાં લંડનની સૌન્દર્ય પ્રસાધનોની પેઢીઓની મુલાકાત લઈ તેમના સંચાલકોને વિનંતી કરી કે તેમની બનાવટો પર “ક્રૂરતાનો ઉપયોગ નથી કરાયો’ એ પ્રકારનાં લેબલ લગાડવાં. પરંતુ ઉત્પાદકોએ તેમને સત્કાર આપ્યો નહીં અને સામેથી પૂછયું કે “આવા તુક્કામાં તમને મળે છે શું?
હા, પરંતુ કરોળિયાની માફક, હિંમત હાર્યા વિના ખંત અને ધીરજથી તેણે તેના પ્રયાસો ચાલુ રાખ્યા, અને એક દિવસે સફળતાની નાની શિખાએ ડોકિયું કર્યું. એક ઉત્પાદકે તેની ‘અહિંસક' બનાવટો પર ક્રૂરતાવિહોણું સૌન્દર્ય (બ્યુટી વિધાઉટ કુઅલ્ટી)નું લેબલ લગાવવાનું સ્વીકાર્યું.
એક સ્ત્રીએ તદ્દન નાના પાયા પર શરૂ કરેલી આ ચળવળ ધીમેધીમે વ્યાપક બનતી ગઈ, માનવતાવાદી કાર્યકરોનો એને ટેકો મળ્યો અને એક સમિતિ પણ રચાઈ.
“આ સમિતિએ સોંદર્ય પ્રસાધનોની બનાવટમાં બિન-પ્રાણીજ પદાર્થોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org