________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૮, ૧૯
સેવન કરે છે, તેને દાળ-કઠોળનું ઉત્પાદન અને ઉપયોગ વધારવા ભલામણ કરી છે. એટલે ભારતનાં બાળકોની પ્રોટીનની ખામી એ પદાર્થોના પૂરક ખોરાકથી પૂર્ણ કરી શકાય છે. ભારત સરકારનાં માઈસોર ખાતેના ફુડ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટયૂટ અને પંતનગર કૃષિ વિશ્વવિદ્યાલય તથા તેવી અનેક આહારવિષયક વૈજ્ઞાનિક સંસ્થાઓએ તેવા સસ્તા અને સુપાચ્ય પ્રોટીનયુક્ત ખોરાકની શોધ કરી છે. એટલે બાફેલાં ઈંડાં દ્વારા જ પ્રોટીનની પૂર્તિનો આગ્રહ, હિંસક પૉલ્ટી-ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે હોય તેમ જણાય છે.
“આધુનિક વિશ્વવિખ્યાત વૈજ્ઞનિકોએ અનુસંધાન અને અનુભવને અંતે ઈંડાના ખોરાકમાં રહેલાં અનેક ભયસ્થાનો અને પ્રત્યાઘાતો અંગેના જાહેર કરેલા પોતાના અભિપ્રાયો ધ્યાનમાં લેવામાં બાળકોની સલામતી છે; જેમ કે : કેલીફોર્નિયાના વૈજ્ઞાનિક ડૉ. કેથરીન નિમ્મો તથા ડો. જે. અમનઝાએ કરેલા સંશોધન પછી તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે ‘કોલેસ્ટરોલ' નામનું ઝેર એક ઈંડામાં ૪ ગ્રેઈન જેટલું હોય છે. તેના અધિક પ્રમાણના પરિણામે હૃદયની બીમારી, હાઈબ્લડપ્રેશર, કિડની, પથરી વગેરે રોગ થાય છે. ફ્લોરિડાના વિશ્વવિદ્યાલયે પણ ઈ. સ. ૧૯૬૭માં તેના સ્વાસ્થ્યબુલેટીનમાં એ અભિપ્રાય પ્રગટ કર્યો છે.
“ડૉ. ઇ. બી. મેકકાલમ (ન્યુઅર કૉલેજ ઑફ ન્યુટ્રીશન) નો મત છે, કે ઈંડામાં કાર્બોહાઇડ્રેટ્સ ન હોવાને કારણે પેટમાં સડો પેદા થાય છે. હૅફકીન ઇન્સ્ટિટ્યૂટના ન્યુટ્રીશન-વિભાગના નિવૃત્ત વડા ડૉ. વી. એન. જાઈનો પણ એ અભિપ્રાય છે કે ઈંડા દ્વારા વધતું કોલેસ્ટરોલ એ અનેક બીમારીનું કારણ છે. આમ વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઈંડાના ઉપયોગથી તંદુરસ્તી જોખમાય છે. એટલે મ્યુનિસિપાલીટીની બાફેલાં ઈંડાં બાળકોને ખવરાવવાની યોજના એ નવી પ્રજાની તંદુરસ્તી માટે ઘાતક છે.”
૧૫૯
આ બધું લખીને અમારે મુખ્યત્વે એ જ કહેવું છે, કે ઈંડા સિવાય બીજી વનસ્પતિજન્ય વસ્તુથી પણ પૂરતું પ્રોટીન મળી શકે એમ છે; એટલે મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશનના સત્તાવાળાઓને પોતાના વિચાર બદલવામાં મુશ્કેલી ન જ પડવી જોઈએ.
(તા. ૧-૧૦-૧૯૭૭)
(૧૯) ક્રૂરતારહિત સૌન્દર્ય : એક સ્તુત્ય પ્રયત્ન
માનવી જ્યારે ‘હું સહુ કોઈને માટે'નો અહિંસા અને સમર્પણવૃત્તિનો માર્ગ ભૂલીને બધું મારા માટે' એવો અહંભાવનો પોષક અને આપમતલબી માર્ગ અપનાવી લે છે, ત્યારે એ માણસાઈને ભૂલીને ન કરવાનાં કામો કરવા તરફ દોરાઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org