________________
૧૬૬
જિનમાર્ગનું જતન અમે બહાર નીકળ્યાં. શ્રીમતી સુભદ્રાબહેનનો પ્રદર્શન જોવાનો બધો રસ ઊડી ગયો, અને એ તો ઊંડા વિચારમાં ઊતરી ગયાં. અમે ઉતારે પાછાં આવ્યાં, અને એ જ વખતે સુભદ્રાબહેને પ્રતિજ્ઞા કરી કે “હવેથી રેશમ વાપરવાનું સદંતર બંધ છે, અને સાથે-સાથે જે રેશમી વસ્ત્રો મારી પાસે મોજૂદ છે એનો પણ હું હવે ઉપયોગ નહીં કરું.” તે વખતે તેમની પાસે ઓછામાં ઓછા બે મોટા ટૂંક ભરાય એટલાં રેશમી વસ્ત્રો હતાં.
રેશમ માટે કરવામાં આવતી ભયંકર ક્રૂર જીવહિંસાએ આ ધર્મપ્રેમી વિદુષી ભગિનીના મન ઉપર જે સખ્ત ચોટ પહોંચાડી તેનો ઇલાજ એમણે આવી પ્રતિજ્ઞા કરીને તરત જ કર્યો. એ રીતે એમની જાગૃત અહિંસા-પ્રીતિ અને જાગૃત ધર્મભાવનાનું જે દર્શન થયું તે હૃદયમાં આજે પણ એવું જ સચવાઈ રહ્યું છે.
ઘરમાં કે સંસ્થામાં રેશમનો ઉપયોગ કરવાનો મને તો અવસર જ નહીં આવેલ હોવાથી મારે તો એનો ત્યાગ કરવાનો કોઈ સવાલ જ ન હતો. પણ જેને આપણે વ્યક્તિગત શોખમાં, વ્યવહારમાં અને ધર્મમાં આટલું મોટું સ્થાન આપી દીધું છે એ રેશમ ત્રસ જીવોની કેવી ક્રૂર હિંસાથી તૈયાર થાય છે એ દશ્ય હજી પણ ભૂલ્યું ભુલાતું નથી.
આવું હિંસક રેશમ ધર્મક્રિયાઓમાં કેવી રીતે સ્થાન પામી ગયું હશે એ તો મને કોઈ રીતે સમજાતું નથી, અને જ્યારે-જ્યારે લગ્ન વગેરે વ્યાવહારિક કાર્ય નિમિત્તે કોઈ ને કોઈ રેશમી કાપડ ખરીદવા જવાનું થાય છે, ત્યારે રેશમ માટે જીવતા ઉકાળીને મારી નાખવામાં આવેલા પેલા કીડાઓનો ઢગ મને સાંભર્યા વગર રહેતો નથી, અને સાથે-સાથે આવી હિંસક વસ્તુનો તત્કળ ત્યાગ કરવા બદલ આપોઆપ શ્રીમતી સુભદ્રાબહેનને ધન્યવાદ અપાઈ જાય છે.
(તા. ૨૬-૯-૧૯૫૯)
(૨૧) પુષ્પપૂજામાં જયણાની જરૂર અમારા તા. ૧૫-૧-૧૯પપના અંકમાં પૂનામાં ઉપધાનતપ' શીર્ષકે સમાચાર છપાયા છે; તેમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું છે : “સિદ્ધાંતમહોદધિ આચાર્ય વિજ્યોમસૂરીશ્વર મહારાજાદિ ૬૧ મુનિવરોના ચાતુર્માસથી જનતામાં અપૂર્વ ચૈતન્ય પ્રગટ્યું છે. શ્રી નમસ્કારમંત્ર-તપ, શ્રી સંસારતારણતપ, શ્રી અક્ષયનિધિતપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org