________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૨૦
૧૬૩
અહિંસા સતત ગતિશીલ રહેત; અર્થાત્ જે કોઈ કાર્યથી અહિંસાના પાલનમાં વેગ આવતો લાગત એનો સ્વીકાર કરવામાં અને જે કામ કરવાથી હિંસાના ભાગીદાર થવાનો લેશ પણ સંભવ હોય એનાથી તરત દૂર થવામાં આપણે જરા પણ આનાકાની કે વિલંબ ન કરત.
વળી, જો આપણી અહિંસા ગતિશીલ હોત, તો અત્યારે મોજશોખ નિમિત્તે, રસાસ્વાદ નિમિત્તે, શોભા-શણગાર નિમિત્તે અને દવાઓ નિમિત્તે : એમ અનેક રીતે પ્રાણીઓની હિંસાથી અનેક જાતની જે વસ્તુઓ તૈયા૨ ક૨વામાં આવે છે એનો ઉપયોગ આપણા ‘અહિંસક’ સમાજમાં પણ સારા પ્રમાણમાં જે વધી રહ્યો છે, એની સામે આપણે જરૂર જાગૃત બન્યા હોત, અને આપણા સમાજને એનો ઉપયોગ નહીં કરવા માટે સચેત બનાવવાની સાથોસાથ એવી વસ્તુઓના ઉત્પાદન સામે પણ આપણો અવાજ ઉઠાવી શક્યા હોત. પણ જ્યાં આપણે પોતે જ દોષના ભોગ બન્યા હોઈએ, ત્યાં બીજાને આપણે કેવી રીતે રોકી શકીએ ?
આ અને આવી બધી બાબતોમાં, જ્યારે પણ એમાં દોષનું દર્શન થાય, ત્યારે સોનેરી માર્ગ ‘જાગ્યા ત્યારથી સવાર' ગણીને હવે પછી એ દોષનું સેવન ન થાય એ માટે જાગૃત બની જવું એ જ છે. ન જાણ્યું હોય ત્યાં સુધી દોષનું સેવન ચાલુ રહે એ એક વાત છે, અને જાણ્યા છતાં એ દોષનું સેવન ચાલુ રહે એ તદ્દન જુદી વાત છે.
રેશમના ઉત્પાદનમાં સામાન્ય રીતે ત્રસ જીવોની હિંસા થતી હોય છે; પણ જે કેટલુંક રેશમ એ કીડાની હિંસા વગર તૈયાર થાય છે એને આમાંથી જરૂર બાકાત રાખી શકાય. પરંતુ આપણા સમાજમાં અને સંઘમાં આવો અહિંસક અને હિંસક રેશમનો વિવેક ભાગ્યે જ જોવા મળે છે.
આ માટે અમે ‘જીવદયા' માસિકના ઑગસ્ટ ૧૯૫૯ના પર્યુષણાંકમાં છપાયેલ •અહિંસક અને હિંસક રેશમ' શીર્ષકના શ્રીયુત જયંતીલાલ માન્કરના લેખ તરફ સૌનું ધ્યાન દોરીએ છીએ. તેમાંના મહત્ત્વના અંશો જોઈએ :
“રેશમની એક જાત, જે અત્યાર સુધી મોટા પ્રમાણમાં વપરાય છે, તેમાં કોશેટોમાં રહેલાં જીવડાં ગરમ ખદખદતાં પાણીમાં ઉકાળી તેમાંથી રેશમના તાંતણા મેળવવામાં આવે છે. એ જીવોને ખદખદતા, તરફડતા જોનાર કોઈ દયાળુ માણસ રેશમનો ઉપયોગ કરવાની હિંમત પણ ન કરે. પણ એ હિંસા દૂર ગામડાંઓમાં થાય છે, અને જનતાની સામે તો ચકચકતાં રેશમી વસ્ત્રો જ આવતાં હોઈ એ શોભામાં લપાયેલી હિંસાના પાપને જાણ્યે-અજાણ્યે કરી એ વસ્ત્રો શણગારમાં, લગ્નસરામાં, દેવપૂજામાં વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org