________________
૧૫૬
જિનમાર્ગનું જતન જૈનસંઘો, જીવદયાના ચાહકો અને ધર્મસંસ્કારના પ્રેમીઓ આ બાબતમાં નિષ્ક્રિયતા દાખવે એ બનવાજોગ છે. પણ જે અનિષ્ટ આજે મુંબઈમાં ઊભું થયું છે, તેને ઊગતું જ અટકાવી દેવા માટે વધુ જાગૃતિ દાખવીને વધુ પ્રયત્ન કરવામાં નહીં આવે, તો એનો ચેપ અન્ય સ્થાનોને લાગતો આપણે કેવી રીતે રોકી શકવાના છીએ ? આવું ન બને તે માટે દેશભરના જીવદયાપ્રેમીઓ પોતાનો વિરોધ બુલંદ અવાજે અને સત્વરે ઉઠાવે એ જરૂરી છે.
જૈનસંઘના એક અગ્રણી, જાણીતા તત્ત્વચિંતક અને લેખક તથા “પ્રબુદ્ધજીવન'ના તંત્રી શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે “પ્રબુદ્ધ-જીવન' પાક્ષિકના તા. ૧૬-૮૧૯૭૮ના અંકમાં મ્યુનિસિપલ સ્કૂલનાં બાળકોને ઈંડાં' નામે એક અભ્યાસપૂર્ણ, માહિતીસભર, વસ્તુસ્થિતિનો ખ્યાલ આપતો તથા વિચાપ્રેરક લેખ લખ્યો છે, તે મનન કરવા જેવો હોવાથી, વિસ્તાર કર્યાનો દોષ વહોરીને પણ, અમે અહીં અક્ષરશઃ સાભાર રજૂ કરીએ છીએ :
મુંબઈ મ્યુનિસિપલ સ્કૂલનાં બાળકોને પોષણ મળે તે માટે ઈંડાં આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ લગભગ ૧૨ મહિનાથી પડી હતી. આ બાબત ઘણો ઊહાપોહ અને વિરોધ થયો હતો, તેથી સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો ન હતો, અને બાબત મુલતવી રહેતી હતી. ૨૧મી જુલાઈ ૧૯૭૮ને દિવસે સ્ટેન્ડિંગ કમિટીએ અચાનક નિર્ણય કર્યો અને ઈંડાં ખરીદવા મેકોને કોન્ટેક્ટ આપવા મંજૂરી આપી. આ વાતની ખબર પડી એટલે તેનો વિરોધ કરવા ઘણી સંસ્થાઓ, જેવી કે જીવદયામંડળી, વિશ્વશાકાહારી પરિષદ, મોટી હવેલી અને માધવબાગ ટ્રસ્ટ, ભારત જૈન મહામંડળ અને ચારે ફિરકાઓની કૉન્ફરન્સો વગેરેનું એક પ્રતિનિધિમંડળ મેયરને મળ્યું; હું પણ તેમાં હતો. આ મુલાકાત સમયે મ્યુનિસિપલ કમિશ્નર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન પણ હાજર હતા. પ્રતિનિધિમંડળે આ નિર્ણયનો સખ્ત વિરોધ કરતું નિવેદન સુપરત કર્યું અને તેની પુન:વિચારણા કરવા તથા ત્યાં સુધી આ નિર્ણયનો અમલ ન કરવા મેયરને વિનંતી કરી. મેયરે વાત સાંભળી લીધી.
“આ પછી આ બાબત મેં વધુ તપાસ કરી અને કેટલીક આશ્ચર્યજનક હકીકતો જાણવા મળી.
કોર્પોરેશને મ્યુનિસિપલ સ્કૂલના બાળકોને પૌષ્ટિક ખોરાક આપવા કાર્યક્રમ મંજૂર કર્યો છે તે મુજબ બાળકોને સિંગ, બિસ્કીટ, દૂધ વગેરે આપવામાં આવે છે. અગાઉના કમિશ્નરને તુક્કો સૂઝયો કે બાફેલાં ઈંડાં પણ આપવાં, અને તે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી. આ દરખાસ્ત ૧૯૭૭-૭૮ના વર્ષ માટે હતી. ભૂતપૂર્વ મેયર શ્રી મુરલી દેવરાએ તેનો વિરોધ કરતો પત્ર સ્ટેન્ડિંગ કમિટીને લખ્યો હતો. બીજાઓએ પણ વિરોધ કરતા પત્રો અને નિવેદનો મોલ્યાં હતાં. આ દરખાસ્ત ઉપર વખતોવખત ચર્ચા થતી અને મુલતવી રહેતી. ૨૧મી જુલાઈએ નિર્ણય
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org