________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૬
૧૪૯
અમેરિકન વેજીટેરિયન બાઈ ઓડી કાર્જેરી અમદાવાદમાં હિંસાવિરોધક સંઘની મુલાકાતે તા. ૧૮-૪-૧૯૫૩ના રોજ આવ્યાં હતાં. તેમની મુલાકાત સંઘના મંત્રી બુધાભાઈ મહાસુખરામ શાહ તથા સંઘના પ્રમુખ શ્રી પાનાચંદ મોહનલાલ શાહ રીઝ હોટલમાં લીધી હતી. તેમની ઉંમર ૪૩ વર્ષની છે. તે અપરિણીત છે. ન્યૂયોર્કની અંદર તે માનસશાસ્ત્રનાં પીએચ.ડી. છે. તેઓ હવાની અંદર લાગણીઓના રંગ અને ચારિત્રનાં અભ્યાસી છે. તેમણે તે અંગે એક પુસ્તક પણ લખ્યું છે, જેનું નામ “Colour and Personality' છે.
તે પૂર્ણ શાકાહારી છે, અને જનાવરોની મદદથી ઉત્પન્ન થતું અનાજ તેમ જ રાંધેલું અનાજ લેતાં નથી. તે ફળ અને ભાજી લે છે. મધનાં તે ખૂબ શોખીન છે. તે બગીચાઓમાં પાળેલ માખીઓથી ઉત્પન્ન થતું મધ અહિંસક રીતે મેળવી, તેનો ઉપયોગ કરે છે.
“તેમના દરરોજના ક્રમમાં શ્વાસોચ્છવાસ-નિયમન, ખુલ્લી હવામાં હરવું ફરવું, તરવું વટ નો ખાસ નિયમ છે. તે ખોરાકમાં નારંગી, મોસંબી, દ્રાક્ષ, ટમેટાં, નારિયેળનું દૂધ, દૂધ તેમ જ તડબૂચ લે છે.
જનાવરો તરફ ઘાતકીપણું થાય છે તેનાં તે ખૂબ વિરોધી છે. ભાડાની ગાડીઓ, કે બળદ, ઘોડા, ગધડાં વર ઉપર વધુ બોજો કે વધુ સવારી બેસે કે તેમની આજારી હાલત હોય, તેમને ચાંદાં વટ પડ્યાં હોય તો તેનો ઉપયોગ નહિ કરવામાં માનનારાં છે.
“Anti-Vivisection એટલે જનાવરો ઉપરના પ્રયોગથી ઉત્પન્ન થતી દવાઓ અને ઈજેક્શનોના કટ્ટર વિરોધી છે. તે ઉપરાંત ઘોડદોડ વ હરીફાઈ, જેના નિમિત્તે હજારો સુંદર ઘોડાઓનાં મૃત્યુ થાય છે તેનાં વિરોધી છે. તે આ રીતની રમતો જોવાનો પણ વિરોધ કરે છે....
જનાવરોને પોતાનાં નાનાં બંધુ, કુટુંબીઓ માને છે. તેમની સેવા કરવી તે માનવમાત્રનો ધર્મ છે – એવો તેમનો સિદ્ધાંત રજૂ કરે છે.
તેઓનું જીવન આધ્યાત્મિક છે, અને તે કહે છે, કે તેઓ ઈશ્વરને પરણેલાં
અહીંની પાંજરાપોળ સંસ્થા તેમને બતાવી, જેના તેઓએ ઘણા ફોટાઓ લીધા છે. હિન્દુસ્તાનમાં જેટલી જીવદયા-સંસ્થાઓ તથા આધ્યાત્મિક સંસ્થાઓ છે તેમની મુલાકાત લઈ, પરિચય વગેરે મેળવી પાછા ફરવાનાં છે.
તેઓ આગળ જણાવે છે, કે અમેરિકામાં વીસ લાખ શાકાહારી-વનસ્પતિઆહારી છે. તેમાં પૂર્ણ ફળાહારી તો ત્રણ હજાર લગભગ છે.”
જ્યારે દુનિયામાં આવો દયાપ્રેમ જાગૃત થતો હોય ત્યારે અહિંસાના ઉપાસકો અને દયાના ચાહકો તરીકે આવી શુભ પ્રવૃત્તિઓને પૂર્ણ સાથ આપવો એ આપણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org