________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૭
૧૫૧ કુલ ૧૪ અધિવેશનો ભરાયાં છે, અને હવે એનું ૧૫મું અધિવેશન ભારતમાં પહેલી વાર જ મળી રહ્યું છે.
- લંડનના આંતરરાષ્ટ્રીય શાકાહારી સંઘ સાથે આશરે ત્રીસ દેશોની શાકાહારના પ્રચારમાં રસ ધરાવતી સંસ્થાઓ જોડાયેલી છે. એ સંસ્થા વ્યાખ્યાનો અને સાહિત્યના પ્રકાશન દ્વારા તેમ જ જાતે આહાપ્રયોગો દ્વારા માંસાહારનો નિષેધ કરીને શાકાહારનો પ્રચાર કરે છે. આ સંસ્થાનું રીતસરનું બંધારણ છે, અને અત્યારનાં એનાં અધ્યક્ષ છે મૅડમ કલેરન્સ ગેસ્ક.
ભારતમાં આ કોંગ્રેસનું અધિવેશન ધી ઈન્ટરનેશનલ વેજિટેરિયન યુનિયન : લંડન, ધી ઑલ ઇન્ડિયા એનિમલ વેલ્ફર એસોસીએશન (અખિલ ભારતીય પ્રાણી હિતરક્ષક મંડળ) અને મુંબઈની શ્રી જીવદયા-મંડળી એ ત્રણ સંસ્થાઓના ઉપક્રમથી મળી રહ્યું છે. આ માટે એક સ્વાગત-સમિતિની રચના કરવામાં આવી છે, અને એનાં અધ્યક્ષ તરીકે જાણીતાં જીવદયાપ્રચારક શ્રીમતી રુક્મિણીદેવી એરુડેલની વરણી કરવામાં આવી છે. આપણા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ એના મુખ્ય સંરક્ષક (પેટ્રનઇન-ચીફ) છે, અને બીજા અનેક રાષ્ટ્રનેતાઓ એની સાથે જોડાયેલા છે.
આ કોંગ્રેસનો ઉદ્દેશ એના એક પરિપત્રમાં આ પ્રમાણે જાહેર કરવામાં આવ્યો
“ઉદ્દેશ્ય: (૧) વિશ્વની શાકાહાર અને જીવદયાનું કાર્ય કરતી સંસ્થાઓના પ્રતિનિધિઓનું સંગઠન સાધવું. (૨) તંદુરસ્તી અને પોષણની દૃષ્ટિએ શાકાહારના ઉપયોગીપણા બાબત તેમ જ તેના નૈતિક મૂલ્ય અંગે સંશોધન અને પ્રચારની તક લેવી. (૩) રાષ્ટ્રોની સરકાર, જનતા અને વર્તમાનપત્રોમાં શાકાહારની તરફેણમાં રસ જાગૃત કરવો. (૪) નૈતિક, વૈજ્ઞાનિક અને આર્થિક દૃષ્ટિએ શાકાહાર અને નૈસર્ગિક કરુણામય જીવનક્રમ અંગે પ્રચારકાર્યને સંગઠિત કરવું. (૫) પ્રાણીમાત્ર વચ્ચે, બંધુત્વ અને અહિંસાની ભૂમિકા પર વિશ્વમાં માનવતામય સંસ્કૃતિના યુગને પ્રોત્સાહન આપવું.”
જે કોઈ અહિંસાના પ્રચારમાં અને વિશ્વબંધુત્વની ભાવનામાં માનતા હોય અને એ રીતે પોતાનું જીવન જીવવા માગતા હોય, એમને માટે માંસાહારનો સદંતર ત્યાગ કરીને શાકાહાર દ્વારા જ જીવનનિર્વાહ કરવાની, અને એમ કરીને જીવહિંસાથી બને તેટલા વધારે પ્રમાણમાં બચવાની ઘણી જ જરૂર છે. એટલે આ કોંગ્રેસના ઉપર જણાવેલ ઉદ્દેશ સાથે કોઈ પણ જીવદયાપ્રેમી જરૂર સહમત થાય જ એ કહેવાની જરૂર નથી.
અત્યારે ખરી વિચિત્રતા તો એ જોવા મળે છે, કે જ્યારે એક બાજુ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ક્ષેત્રે, દુનિયાનાં બધાં રાષ્ટ્રો સુલેહ, સંપ અને શાંતિથી રહી શકે એ માટે (ભલે અનિવાર્ય જરૂરિયાત તરીકે પણ) ભ્રાતૃભાવ અને અહિંસાની ભાવનાને વેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org