________________
૧૫૨
જિનમાર્ગનું જતન અપાઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ માણસની તંદુરસ્તી અને તાકાત માટે ઔષધઉપચાર તરીકે તેમ જ કેટલાકના મોજશોખને માટે પણ માંસાહાર કે પ્રાણીહિંસાને ઉત્તેજન મળી રહ્યું છે : જાણે આપણે વ્યક્તિગત જીવનમાંથી અહિંસા અને કરુણાને એક યા બીજા બહાને દેશવટો દઈને એની વિશ્વમાં પ્રતિષ્ઠા કરવા માગીએ છીએ !!
કોંગ્રેસના ૧૫મા અધિવેશનની એક પ્રચાર-પત્રિકામાં આ માટે યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે –
“એ દુઃખની વાત છે, કે અનેક કારણોસર ભારતવર્ષમાં પણ દવામાં અને ખોરાકમાં ઇંડાં, માછલી, માંસનો ઉપયોગ વધતો જાય છે, કેળવાયેલા યુવકોમાં માંસાહાર પ્રત્યે ધૃણા ઓછી થતી જાય છે અને અન્ન-ફળ-શાકના ખોરાકમાં રહેલાં ઉમદા તત્ત્વોની માહિતીના અભાવને કારણે અને માંસાહારની પૌષ્ટિકતાના થતા ભ્રામક પ્રચારને કારણે, અહિંસક મનાતા સમાજમાં પણ માંસાહારનું પાપ એક યા બીજી રીતે દાખલ થતું જાય છે એ દુઃખદ સત્ય છે.
“વૈજ્ઞાનિકો, ડૉક્ટરો અને સરકારના પ્રધાનો દ્વારા પણ જનતાને માંસાહાર કરવાની પ્રત્યક્ષ અને પરોક્ષ ભલામણો થાય છે, અને માંસનું ઉત્પાદન વધારવા માટે પંચવર્ષીય યોજનામાં વધારે લક્ષ્ય આપવામાં આવે છે અને તેને માટે હિંસક અને અહિંસક કરદાતાઓના પૈસાની મોટી રકમ ખર્ચવામાં આવે છે.”
આ રીતે એક યા બીજે બહાને અત્યારે વધી રહેલ માંસાહારના પ્રચાર તરફ અંગુલિનિર્દેશ કરીને આગળ ચાલતાં અત્યારે શું કરવું જોઈએ એ માટે પત્રિકા કહે
આવા સંજોગોમાં અહિંસક સમાજની અન્ન-ફળ-શાકાહારમાં શ્રદ્ધા ટકાવવા માટે અને માંસાહાર પ્રત્યેની લાલચથી બચાવવા માટે પ્રયાસો અનિવાર્ય બન્યા છે. આજે જ્યારે ધર્મ, સંસ્કૃતિ અને ધાર્મિક કે સામાજિક નિયમો અને પરંપરા પર નવી પ્રજાની શ્રદ્ધા ઊઠતી જાય છે અને વિજ્ઞાન, અર્થવાદ તથા નૂતન જીવનધોરણમાં શ્રદ્ધા વધે છે, ત્યારે કેવળ ધર્મોપદેશથી એ શ્રદ્ધા ટકાવી શકાય નહીં તે પણ દેખીતું છે. તેથી ધર્મોપદેશની સાથે જ અન-ફળ-શાકાહારની વૈજ્ઞાનિક અને આર્થિક શ્રેષ્ઠતા અંગે આધારપૂર્ણ જ્ઞાન ફેલાવવાની આવશ્યકતા ઊભી થયેલી છે.”
આ પછી યુરોપ-અમેરિકા જેવા દેશોમાં અત્યારે શાકાહારનો પ્રચાર કેવો થઈ રહ્યો છે, અને ભારતમાં માંસાહારને ઉત્તેજતી જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે માટે કોંગ્રેસનું ૧૫મું અધિવેશન ભારતમાં બોલાવવામાં આવ્યું છે એ અંગે લખતાં એ પત્રિકા કહે છે –
બીજી રીતે વિલાયત, અમેરિકા જેવા માંસાહારી દેશોમાં છેલ્લાં 100 વર્ષોથી નૈતિક, વૈજ્ઞાનિક અને આર્થિક કારણોથી સમજપૂર્વક અન-ફળ-શાકાહારની પ્રવૃત્તિ આગળ વધે છે, અને આજે તો એ દેશોમાં લાખો લોકો સમજણપૂર્વક અન-ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org