________________
અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૧૭
૧૫૩ શાકનો ખોરાક લેતા થયા છે. આ વર્ગમાં અનેક વિદ્વાન ડોક્ટરો, અર્થશાસ્ત્રીઓ અને તત્ત્વચિંતકો છે, કે જેઓ આજે દુનિયાના તમામ દેશોની પ્રજાને અન્ન-ફળ-શાકનો ખોરાક શરીર અને મનની તંદુરસ્તી માટે અને આર્થિક દૃષ્ટિએ લેવાની ભલામણ કરે છે.
“આ પરિસ્થિતિનો વિચાર કરી મુંબઈની શ્રી જીવદયા-મંડળીએ ભારતને આંગણે વિશ્વ-વનસ્પતિ-આહાર-કોંગ્રેસના ૧૫મા અધિવેશનને નોતર્યું છે. આ કોંગ્રેસમાં હાજરી આપવા યુરોપ, અમેરિકા, એશિયા વગેરે ૩૦-૪૦ દેશના આશરે ૧૦૦ વિદ્વાન વેજિટેરિયન ડોક્ટરો અને આગેવાનો પોતાના ખર્ચે ભારત ખાતે આવશે અને દરેક સ્થળે ફરશે. પરંતુ અત્રે આવ્યા પછી તેમના નિવાસ, ભોજન અને કાર્યક્રમોનો ખર્ચ અખિલ-ભારત-સ્વાગતસમિતિ તરફથી કરવામાં આવશે.”
અમને લાગે છે, કે કોંગ્રેસની આ પત્રિકામાં ભારતની ચિંતાજનક પરિસ્થિતિનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે અંગે સહુ કોઈ અહિંસા અને જીવદયાના પ્રેમીઓએ વિચારવા જેવું છે. વ્યક્તિગત જીવનમાંથી જો અહિંસાની ભાવના સરી ગઈ, તો પછી સમાજમાં, રાષ્ટ્રમાં કે વિશ્વમાં તે ટકવી મુશ્કેલ છે. એટલે આની સામેના એક પ્રયત્ન તરીકે તેમ જ વિશ્વમાં શાકાહારનો પ્રચાર થાય એ હેતુથી પણ કોંગ્રેસનું ૧૫મું અધિવેશન હિંદુસ્તાનમાં મળે છે એ યોગ્ય જ થયું છે, અને તેથી અમે એનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને એના સંયોજકોને ધન્યવાદ આપીએ છીએ.
આ અધિવેશનની બીજી જાણવા જેવી બાબત એ છે કે આ અધિવેશનની શરૂઆત તા. ૯-૧૧-૧૯૫૭ના રોજ મુંબઈમાં થશે અને તે તા. ૩૦-૧૧-૧૯૫૭ સુધી ચાલુ રહીને જુદા-જુદા દિવસોએ દેશમાં જુદા-જુદા પ્રદેશોમાં મળતું રહેશે, અને તેને તે પ્રદેશનો સંપર્ક સાધવાની સાથે તે પ્રદેશમાં શાકાહારના પ્રચારનો પોતાનો સંદેશો ફેલાવશે : જેમ કે દિલ્હીમાં (તા. ૧૪થી ૧૬ સુધી), બનારસમાં (તા. ૧૮-૧૯), પટણામાં (તા. ૨૧-૨૨), કલકત્તામાં (તા. ૨૩થી ૨૬), મદ્રાસમાં (તા. ૨૭થી ૩૦) અને છેવટે મુંબઈમાં તેની પૂર્ણાહૂતિ થશે.
અહીં આટલી વિગતો ખાસ હેતુસર આપી છે. અમે ઇચ્છીએ છીએ કે દુનિયામાં આજે લોકમત માંસાહારનો ત્યાગ કરીને શાકાહારની તરફેણમાં કેવો વળી રહ્યો છે એ આપણે સમજીએ; અને શાકાહારના પ્રચારના આ ઉત્તમ કાર્યમાં આપણાથી બને તેટલો વધુમાં વધુ સાથ અને સક્રિય સહકાર આપીએ.
જૈન સમાજ અને જૈન સંઘને માટે તો અહિંસાના પ્રચારનો આ એક ઉત્તમ યોગ છે. અહિંસા અને જીવદયા તો જૈનધર્મ-સંસ્કૃતિના શ્વાસ અને પ્રાણ છે. એટલે જૈન સમાજને તો આ કાર્યમાં પોતાનો સાથ આપવાનો આપમેળે જ ઉમળકો આવવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org