________________
૧૪૦
જિનમાર્ગનું જતન એમાં એમણે ભારતની સરકારના માંસાહાર-પ્રેરક વલણ પ્રત્યે તો ખેદ દર્શાવ્યો જ છે, પરંતુ સાથે સાથે જેઓ ફેશનમાં તણાઈને, સ્વાદુવૃત્તિથી પ્રેરાઈને કે શરીરને વધારે તંદુરસ્ત અને મજબૂત બનાવવાની ભ્રામક માન્યતાથી ખેંચાઈને ધીમે-ધીમે બિનશાકાહારી ખાદ્ય-પદાર્થો ખાવા તરફ વળતા જાય છે, એમને માટે પણ વિચારપ્રેરક સામગ્રી એમણે રજૂ કરી છે.
આપણે જરા આપણા સમાજની તેમ જ શાકાહારી હોવાની ઊજળી પ્રતિષ્ઠા ધરાવનાર બીજા સમાજોની ભીતરમાં ઊતરીને તપાસ કરીશું, તો આપણને જણાયા વગર નહીં રહે, કે હોટલોમાં જઈને કે બીજી રીતે, સારું એવું નાણું હોંશેહોંશે ખરચીને બિનશાકાહારી ખાનપાન તરફ આપણી ઊછરતી પેઢી ઉત્તરોત્તર કેટલી આકર્ષાતી જાય છે! જમાનાની હવા જેવી આ ફેશને? કંઈકને મોહ પમાડીને પોતાની સોડમાં ખેંચી લીધા છે.
વાણિયા, બ્રાહ્મણ કે પટેલ જેવી કોમોનાં છોકરા-છોકરીઓ, વિના સંકોચે બિનશાકાહારી હૉટલો કે ઉપાહારગૃહોમાં જવા લાગ્યાં છે એ ખરેખર ચિંતાજનક ચિહ્ન છે. જેના કુળસંસ્કારમાં કે લોહીમાં જે વાત મૂળથી ન હોય તે જ્યારે એવી અનિચ્છનીય બાબતો તરફ વળે છે, ત્યારે તો તેમની અધોગતિનો કોઈ આરો જ નથી રહેતો. એમને માટે તો પછી “વિવેBMાના મત વિનિપતિ: રાતમુવ:' (અર્થાત્ વિવેકભ્રષ્ટોનું સો રીતે પતન થાય છે) એ ન્યાયે દુર્દશા જ જોવાની રહે છે ! અલબત્ત, આજે તો આ બદી મુખ્યત્વે શહેરો – મોટાં શહેરો – સુધી જ પહોંચી છે, પણ આગળ જતાં એને વ્યાપક થતાં શી વાર? માટે એની સામે તો અત્યારથી જ પાણી પહેલાં પાળ બાંધવી ઘટે.
પણ આ માટે આ ઊછરતી પેઢીને કે આવો પ્રચાર કરતા સરકારી તંત્રને ઠપકો આપીએ કે એની નિંદા કરીએ એનો અર્થ નથી. ખરી રીતે એનું મૂળ શોધીને એને ડામવું જોઈએ.
આજે જે આ બદી આટલી વ્યાપક રીતે ફેલાયેલી છે, એની શરૂઆત તો એકબે પેઢી પહેલાં દર્દની સામે અને શક્તિને માટે આપણે ત્યાં કૉડલીવર-ઓઈલ, લિવરએકસ્ટ્રેક્ટ જેવી પ્રાણી હિંસાજન્ય ચીજોનો આપણે ઉપયોગ કરવા લાગ્યા ત્યારથી જ થઈ છે. કહેવું હોય તો એમ કહી શકાય, કે પહેલી એક-બે પેઢીઓએ દવા અને મૅનિકને નામે હિંસક દવાઓનો ઉપયોગ કર્યો અને સંસારમાં એવી વસ્તુઓ પ્રત્યેની સૂગનો અભાવ લઈને જન્મેલી અત્યારની પેઢી એથી એક કદમ આગળ ગઈ, અને એણે મોજશોખ કે સ્વાદને માટે એવી એવી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org