________________
૧૪૬
જિનમાર્ગનું જતન પ્રવર્તતી આહારશુદ્ધિ અંગેની ભાવના અને અડગ શ્રદ્ધા. આહારશુદ્ધિ એ જ્યારે વિશિષ્ટ ઈશ્વરી કાર્ય મનાય છે અને ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનું અમૂલ્ય સાધન હોવાનું ઇઝરાયેલી જનતા માને છે, ત્યારે એ સાહજિક છે, કે તેઓ માંસાહાર આદિ અકુદરતી પાપી ખોરાકનો ત્યાગ કરી ઈશ્વરી ફરમાન મુજબ નૈસર્ગિક, અહિંસક આહાર ગ્રહણ કરે. સામાન્ય રીતે ઇઝરાયેલની પ્રજાનો મોટો ભાગ ધાર્મિક અને તંદુરસ્તીના ખ્યાલોથી શાકાહારી છે, પણ તેથી પણ આગળ વધીને શાકાહારી ગ્રામો અને શહેરો નિર્માણ કરવાની વિશિષ્ટ પ્રવૃત્તિ તેમણે આરંભેલ છે.......... - “એમિરીન તેવું એક આદર્શ શાકાહારી ગામ છે, જેમાં ૨૦૦૦ કરતાં વધારે કુટુંબો એક પરિવાર માફક અહિંસાને જીવનમાં મૂર્તિમંત કરવાના ઉચ્ચ આદર્શથી જીવે છે. એ માત્ર ઈઝરાયેલ જ નહિ, પણ પૂર્વ અને પશ્ચિમના અનેક દેશો માટેનું આકર્ષણ છે.
ગેલીલીના દરિયાકાંઠેના ઢોળાવો પર એ ઐતિહાસિક સાગર પર દૃષ્ટિ રાખતું સુંદર, લીલુંછમ એમિરીન ગામ આવેલું છે. સમગ્ર વિશ્વમાં એ એટલા માટે અજોડ છે, કે ત્યાં તંદુરસ્ત જમીન પર સેન્દ્રિય ખેતી દ્વારા સ્વાશ્રયથી ઉત્પન્ન કરાતા શુદ્ધ, નૈસર્ગિક, અહિંસક શાકાહાર પર સ્વાભિમાન-સહિત જીવનારા, માનસિક અને શારીરિક તંદુરસ્તી ભોગવતા હજારો શાકાહારીઓ રહે છે......
“ગ્રામજનતા માટેનાં આવશ્યક સાધનો જેવાં કે શિક્ષણ સંસ્થાઓ, આનંદ-પ્રમોદનાં સ્થાનો, તંદુરસ્તીવર્ધક સ્થાનો, ધાર્મિક સ્થાનો, અતિથિગૃહો આદિની અદ્યતન સગવડો કરવામાં આવી છે. અતિથિગૃહોમાં તથા નિવાસીઓના ઘરમાં શુદ્ધ શાકાહારી નૈસર્ગિક ભોજન આપવામાં આવે છે. એમિરીનમાં શુદ્ધાહાર દ્વારા તંદુરસ્તી સંપાદન કરવાની તથા બીમારી જડમૂળથી દૂર કરવાની દૃષ્ટિ પર ભાર મૂકવામાં આવે છે....
એમિરીનના લોકો કેવળ તંદુરસ્તીની દૃષ્ટિએ જ શાકાહારી નથી. તેઓ શાકાહારને આધ્યાત્મિક વિકાસનું સાધન માને છે. ઈંગ્લાંડ અને યુરોપ-અમેરિકાના ઘણા ભાગોમાં આધ્યાત્મિક શાકાહારીઓનાં મંડળો છે. તેઓ એક-બીજા સાથે સમયસમય પર વિચારોની આપ-લે કરે છે. ઇંગ્લેંડના “વ્હાઈટ લૉજ' નામના તેવા આધ્યાત્મિક મંડળના સભ્યોએ ગત એપ્રિલ માસમાં એમિરીન ગામમાં પોતાની ચર્ચાસભાઓ ભરી હતી. તેઓ બધા વેજીટેરિયન છે; એટલું જ નહિ, પણ આધ્યાત્મિકતા વિકસાવવા પ્રયત્નશીલ છે. તેઓ સાધના માટે એમિરીન ગામે રહ્યા હતા અને મનોવિજ્ઞાન તથા આધ્યાત્મિક ચિકિત્સાપદ્ધતિ પર ચર્ચાઓ કરી હતી. તેમ જ એમિરીન ગામના રહેવાસીઓ સાથે શાકાહાર અને આધ્યાત્મિકતા અંગે વિચારોની આપ-લે કરી હતી.”
શ્રી માન્કરનું આ લખાણ જાણે આપણને એ દુઃખદ સત્ય સંભળાવી જાય છે, કે આપણે ભારતવાસીઓ અહિંસા, જીવદયા અને શાકાહારની મોટીમોટી વાતો કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org