________________
૧૪૪
જિનમાર્ગનું જતન “રશિયાના આઝરબૈજાન પ્રજાસત્તાકમાં આવેલા તેલીશ પર્વતોમાં રહેતા મુસ્લિમોને તાજેતરમાં પોતાનો ૧૬૮મો જન્મદિવસ ઊજવ્યો હતો. રશિયન પ્રજાજનોએ મુસ્લિમોને અભિનંદન આપ્યા હતા.
કદાચ શીરાલી-બાબા મુસ્લિમોવ આપણી દુનિયાની સૌથી વધુ ઉંમર ધરાવનારો માનવી છે. અગાઉ તે ભરવાડ હતો. અત્યારે તે બારઝા ગામડામાં પોતાના બગીચા પર ધ્યાન રાખતાં સમય વ્યતીત કરે છે. તેલીશ પર્વતમાળા પર લગભગ સવા માઈલની ઊંચાઈએ આવેલા ગામડામાં રહેતા શીરાલી બાબા પોતાના મિત્રો અને સગાંને મળવામાં પણ પોતાના સમય ગાળે છે, તેની પોતાની પ્રજા ૨૦૦થી વધારે સંખ્યાની છે.
પોતાના અટૂલા પર્વતાળ રહેઠાણ પરથી શીરાલી-બાબા ભાગ્યે જ ઊતરે છે. કેટલાંયે વર્ષો દરમિયાન તે બે વખત આઝરબૈજાનની રાજધાની બાકુ શહેરમાં ગયા હતા. તેમને બાકુની હવા ‘ભિન' લાગી હતી અને શહેર ગીચ વસ્તીવાળું લાગ્યું હતું. દોઢેક વર્ષ પહેલાં તેમને એક હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. પોતાના જીવન દરમિયાન પહેલી વાર જોયેલી એ બીમારીમાં તેમને ન્યુમોનિયાની જરા અસર થઈ હતી. અપરિચિત પદાર્થો અને અદ્યતન તબીબી યંત્રોથી બાબા મૂંઝાઈ ગયા હતા, અને તેમણે પોતાને હૉસ્પિટલમાંથી તાત્કાલિક મુક્ત કરવાની વિનંતી કરી હતી.
તાજેતરમાં પત્રકારની મુલાકાત દરમિયાન મુસ્લિમોને કહ્યું હતું, કે થોડા સમય પહેલાં મેં અને મારી પત્ની ખટુનાએ અમારા પરિણીત જીવનના ૭૫માં વર્ષની ઉજવણી કરી હતી. જાણો છો, કે મારી પત્ની માત્ર ૧૦૭ વર્ષની છે? તેનું કામ ઘર સંભાળવાનું છે.
“જીવનની સફળતાની કઈ ચાવી છે ?
“ “સતત કામ કરો; આ જ જીવનનું અમૃત છે. આ જ શક્તિ અને તંદુરસ્તી આપે છે અને આ જ દીર્ધાયુનું રહસ્ય છે' મુસ્લિમોને કહ્યું અને આગળ લંબાવ્યું: હું શાક, પનીર, દૂધ અને મધ ખાઉં છું.”
મુસ્લિમોવ દારૂને અડકતા નથી કે ધૂમ્રપાન કરતા નથી. તે કહે છે : “૧૫૦ વર્ષ પહેલાં મેં હોકલીથી ધૂમ્રપાનનો દમ ખેંચવા પ્રયત્ન કર્યો હતો. થોડા-થોડા દમ ખેંચ્યા ત્યાં તો મને ખૂબ બેચેની થવા લાગી. ત્યારથી હું ધૂમ્રપાનને કદી જાણતો નથી.' બાબાએ ૧૦૦ વર્ષ પહેલાં એક વાર પહેલી અને છેલ્લી વાર મદ્યપાન કર્યું હતું.”
જેઓ શક્તિ મેળવવા માટે માંસાહાર તરફ વળી રહ્યા છે એમને માટે આ દાખલો સાચું માર્ગદર્શન કરાવે એવો છે.
(તા. ૨-૭-૧૯૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org