________________
૧૪૦
જિનમાર્ગનું જતન માણસ જો સતત જાગૃત રહીને પોતાનું જીવન વિતાવે, તો જીવનનિર્વાહ માટે અનિવાર્ય મનાતી હિંસાની માત્રામાં ઘણો ઘટાડો તો કરી શકે. ઓછામાં ઓછી જીવહિંસાથી જીવનનિર્વાહ કરતાં શીખવું એ જ માનવજીવનની મહત્તા છે, એ જ સાચો જીવનવિકાસ છે; ધાર્મિકતા કે આધ્યાત્મિકતા પણ એ જ છે.
આના અનુસંધાનમાં શાકાહાર અને માંસાહારના ગુણદોષનો વિચાર કરવો એ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે. માંસાહારનો ત્યાગ એ ઓછામાં ઓછી જીવહિંસાથી જીવન જીવવાનો ઉપાય છે, અને પછી તો શાકાહારી સામગ્રીમાંથી પણ બને તેટલી ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો એ સૂક્ષ્મ હિંસાથી પણ બચવાનો ઉપાય છે. એટલે અહિંસા અને જીવદયાની દૃષ્ટિએ માંસાહારને માનવીના જીવનમાં કોઈ સ્થાન હોઈ શકે નહીં. વળી આરોગ્યની દૃષ્ટિએ તેમજ આર્થિક દૃષ્ટિએ પણ માંસાહારના બદલે શાકાહાર જ વધારે આવકારદાયક હોવાનું પુરવાર થયેલું છે.
મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક “ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તા. ૨૭-૭-૧૯૬૦ના અંકના “રીડર્સ ભૂ’ વિભાગમાં લંડનની લંડન વેજીટેરિયન સોસાયટી (લંડન શાકાહારી મંડળીના મંત્રી શ્રી આર. એમ. લાઈટોવરનો એક નાનો-સરખો લેખ પ્રગટ થયો છે. એ લેખમાં એમણે આરોગ્ય અને આર્થિક બંને દષ્ટિએ શાકાહારનું સમર્થન કરીને ભારતની સરકાર દ્વારા માંસાહારને ઉત્તેજન આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, એ અંગે પોતાનો ખેદ વ્યક્ત કર્યો છે.
શ્રી લાઇટોવરે રજૂ કરેલા એ વિચારો અહિંસાના અને જીવદયાના સર્વ કોઈ પ્રેમીઓને વાંચવા ગમે અને વિચાર કરવા પ્રેરે એવા છે, એટલે એ લખાણનો અનુવાદ અહીં રજૂ કરવો ઉચિત લાગે છે. લખાણની શરૂઆતમાં ભારતમાં ચાલી રહેલ માંસાહારના પ્રચાર પ્રત્યે પોતાનો ખેદ વ્યક્ત કરતાં તેઓ કહે છે –
ભારતમાંનાં અમારા મિત્રો દ્વારા તાજેતરમાં અનેક વાર અમારા જાણવામાં આવ્યું છે, કે ભારત-સરકારનાં કેટલાંક ખાતાંઓ તંદુરસ્તીના લાભના બહાને, પ્રોટીન મેળવવાના બિનશાકાહારી માર્ગોનું સમર્થન કરવા માટે પ્રચાર-ઝુંબેશ ચલાવી રહેલ છે. તમારા કરોડો માણસો પોતાની પરંપરા તેમ જ ધાર્મિક માન્યતાને લીધે, લાંબા સમયથી શાકાહારી છે, તેમને, માંસ-ભક્ષણથી તંદુરસ્તી જોખમમાં મુકાતી હોવા છતાં, તેમ જ માંસવાળા ખોરાકની પેદાશમાં દેખીતો આર્થિક ગેરલાભ હોવા છતાં, આ રીતે (માંસભક્ષણ કરવા માટે) સમજાવવા એ અહીં ગ્રેટબ્રિટનમાંના શાકાહારીઓને ખૂબખૂબ દુઃખદાયક લાગે છે.” તંદુરસ્તીની દૃષ્ટિએ શાકાહારનું મહત્ત્વ સમજાવતાં તેઓ કહે છે –
“અમારે ત્યાં, સભાન-જાગૃત માણસોનો મત ધીમે-ધીમે અમારા દેશમાંની શાકાહારી મંડળીઓ અને ખોરાક-સુધાર-મંડળીઓ (વેજીટેરિયન સોસાયટી અને ફૂડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org