________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૧૧
(૧૧) સંસ્કારિતાનો આ તે કેવો સંહાર ?
મુંબઈની જીવદયા-મંડળીના મુખપત્ર ‘શ્રી જીવદયા' માસિકના ગત ઑક્ટોબર માસના અંકમાં મુંબઈના જાણીતા ‘જન્મભૂમિ’ દૈનિકના તા ૧૭-૧૦-૧૯૭૦ના અંકનો અગ્રલેખ છપાયો છે એ તરફ અમારું ધ્યાન ગયું. એ અગ્રલેખમાં જણાવાયા મુજબ યુરોપના અમુક દેશોમાં દૂધનું ઉત્પાદન વધી જવાથી દૂધના ભાવોને ટકાવી રાખવા માટે ત્રીસ લાખ જેટલી દૂઝણી ગાયોની કતલ કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું જાણવા મળે છે. આ વાત કોઈ પણ સહૃદય માનવીને સ્તબ્ધ બનાવી મૂકે એવી છે. એ અગ્રલેખ કહે છે
-
૧૩૭
“ઑસ્ટ્રેલિયામાં હમણાં જ એક દુગ્ધોત્પાદન-વ્યવસાયની વિશ્વપરિષદ યોજાઈ ગઈ. આ પરિષદ સમક્ષ આપણા દુગ્ધનિષ્ણાત શ્રી ખરોડીએ કરેલું પ્રવચન જોઈએ તેવી પ્રસિદ્ધિ – ખાસ કરીને ભારતમાં – પામ્યું નથી એ ખેદની વાત છે. એ પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું : ‘યુરોપની મઝિયારી બજારના ફ્રાન્સ, ઇટાલી, હોલાન્ડ વગેરે દેશોમાં દૂધનું ઉત્પાદન એટલું બધું વધી પડ્યું છે, કે ત્યાં હવે દૂધને માટે જ ઉછે૨વામાં આવેલી ૩૦ લાખ ગાયોની કતલ કરી નાખવાની (અલબત્ત, માંસ-ભક્ષણ માટે) વિચારણા થઈ રહી છે. આ ભારે ખેદની વાત છે.’ શ્રી ખુરોડીએ, અણવિકસિત દેશોના પ્રતિનિધિ તરીકે, આવી કોઈ વિચારણાનો અમલ ન કરવાની અપીલ કરી હતી અને ઉત્પાદનનો વધારો સમૂળો રહે જ નહિ એવું કોઈ પણ પગલું ન ભરવાનો આગ્રહ કર્યો હતો. એમની આ અપીલ અને એમના આ આગ્રહને બધા ય અવિકસિત દેશોનો ટેકો હશે એમાં શંકા નથી.
“માનવી ખરેખર અવળચંડો છે અને સ્વાર્થાન્ધ છે. ઉપર્યુક્ત ૩૦ લાખ ગાયોની કતલ કરી નાખવાથી કદાચ તત્કાલિક થોડો આર્થિક લાભ થશે; પરંતુ શ્રી ખરોડીએ જણાવ્યું હતું તેમ એ પગલું વિશ્વપરિસ્થિતિના ઉપલક્ષ્યમાં તો આત્મઘાતક જ નીવડવાનું છે. આજે જ્યારે દુનિયાના અણવિકસિત દેશોમાં પ્રોટીનની ઊણપને કારણે, પ્રજાને પૂરતું પોષણ મળતું નથી, ત્યારે ગાયોની કતલ કરી નાખીને દૂધનું ઉત્પાદન ઘટાડવાનું પગલું વિચારવામાં આવે તે તો કલ્પનાતીત છે.”
માનવી કેટલો બધો સ્વાર્થી અને તે માટે કેટલો બધો ક્રૂર બની ગયો છે એનો આ એક ઊંઘ ઉડાડી મૂકે તેવો દાખલો છે, અને તેમાં માનવીની સંસ્કારિતાનો પણ સંહાર થવાનો છે એ કહેવાની જરૂર નથી. આવી હ્રદયશૂન્યતા માનવીને ક્યાં લઈ જશે !
જેમ લોકવ્યવહારમાં લોભને પાપના મૂળ તરીકે ઓળખવામાં આવે છે, તેમ ધર્મશાસ્ત્રોએ પણ ચાર કષાયોમાં લોભને પ્રબળમાં પ્રબળ કષાય કહ્યો છે. એ, મોક્ષની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org