________________
અહિંસાદર્શન અને અહિંસક આચારોઃ ૧૦
૧૩૩
આ વિશ્વનો ક્રમ જ એવો છે, કે કોઈ પણ જીવને આપણે મરતો બચાવી શકતા નથી; પરંતુ તેના મરણનું નિમિત્ત બનવામાંથી આપણી જાતને અવશ્ય બચાવી શકીએ છીએ. એટલે આપણે અહિંસાનું પાલન કર્યું ગણાય.
જીવ આપમેળે જન્મ અને આપમેળે મરે, અને માણસ એમાં દખલગીરી ન કરે, એવી અહિંસા જો “ખોટી અહિંસા' કહેવાતી હોય તો પછી અહિંસાની જરૂર જ ક્યાં રહે છે એ પાયાનો પ્રશ્ન ઊભો થાય છે. તો પછી શું લેખક એમ સૂચવવા ઇચ્છે છે કે કોઈ પણ જીવનું મૃત્યુ થાય, અથવા મૃત્યુના નિમિત્ત થવાય એવી રીતે દખલગીરી કરવા છતાં માણસ સાચી અહિંસાનું પાલન કરી શકે છે ? તો પછી અહિંસાના પાયા રૂપ “જીવો અને જીવવા દો' એ સામાન્ય સિદ્ધાંતને તેમ જ “મરીને પણ બીજાને જિવાડો' એ શ્રેષ્ઠ સિદ્ધાંતને સ્થાન જ ક્યાં રહેવાનું?
નથી લાગતું, કે અહિંસાનો અર્થ સમજવામાં લેખક સાવ ભીંત જ ભૂલ્યા છે? અને તેથી જ દેહબુદ્ધિ અને આત્મબુદ્ધિની તાત્ત્વિક વાતને સાવ અપ્રસ્તુત રીતે રજૂ કરવાની અનાધિકાર ચેષ્ટા એમનાથી થઈ ગઈ છે, તેઓ લખે છે : “અહિંસાનો ખ્યાલ કેવળ દેહબુદ્ધિથી પ્રેરાઈને નહીં, પરંતુ આત્મબુદ્ધિથી પ્રેરાઈને કરીએ તો પણ સમજાશે કે આત્મા અમર છે, ને દેહ દેહના પોષણ માટે દેહને હણે જ છે.”
લેખક અહીં શું કહેવા માગે છે? જો તેઓ એમ સૂચવવા માગતા હોય કે દેહનો વિલય ભલે થાય, પણ આત્મા તો અમર છે, માટે કોઈ જીવને એના પ્રાણથી જુદો કરવામાં આવે તો પણ અહિંસાના પાલનને બાધા પહોંચતી નથી અને હિંસાનો દોષ લાગતો નથી, તો પછી દુનિયામાં હિંસા-અહિંસાના વિચારને અવકાશ જ ક્યાં રહે છે ?
વળી, જ્યારે તેઓ એમ કહે છે, કે “દેહ દેહના પોષણને માટે દેહને હણે જ છે' ત્યારે એનો અર્થ એ થયો કે હિંસા વગર જીવન શક્ય જ નથી. એ વાત અર્ધસત્ય છે; કારણ કે સાથેસાથે એ વાત પણ એટલી જ સાચી છે, કે બને એટલી ઓછી જીવહિંસાથી જીવનનિર્વાહ કરવો એ જ માનવજીવનની ઈતર પ્રાણીસૃષ્ટિ કરતાં વિશિષ્ટતા છે; અને તેમાં જ એની વિવેકશક્તિની ઉપયોગિતા અને ચરિતાર્થતા છે.
જો લેખક વસ્તુસ્થિતિ સમજવા માગતા હોય, તો દુનિયામાં બને તેટલી ઓછી હિંસાથી જીવનનિર્વાહ કરવાના આદર્શને વરેલો મોટો માનવસમૂહ અત્યારે પણ હયાત છે, અને બીજી બાજુ હિંસા-અહિંસાનો વિવેક ભૂલીને મનસ્વી રીતે જીવન જીવનારા માનવસમૂહો પણ ઘણા છે. પણ જ્યારે માનવજીવનની મહત્તાની દષ્ટિએ વિચાર કરવામાં આવે તો અને અન્ય વ્યવહારુ દૃષ્ટિકોણોથી પણ વિચારવામાં આવે તો બને તેટલી ઓછી હિંસાથી જીવનનિર્વાહ કરવો એ જ માનવજીવનનો સાચો આચાર લેખી શકાય. તેથી એ દિશાનો પ્રયત્ન કરીને, દેશને ધાર્મિક દૃષ્ટિ સાથે નૈતિક અને આર્થિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org