________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૯
૧૩૧
નિષ્ણાત ડૉક્ટરોએ તેને અમલી બનાવતાં હજારો પ્રાણીઓ પ્રત્યે થતું ઘાતકીપણું અને અકાળ મરણો અટક્યાં છે.
“આ કમિટીના પ્રયાસથી કેટલાક લાગણીવાળા વૈજ્ઞાનિકોએ ભારતની આશરે ૬૦ પ્રયોગશાળામાં પ્રાણીઓ વગર અખતરા કરવાનું ચાલુ કર્યું છે, અને રસી વગેરે બનાવે છે. તે પણ ખૂબ અસરકારક નીવડે છે. વળી તેથી હજારો પ્રાણીઓને રક્ષણ પણ મળ્યું છે. દાખલા તરીકે આઈઝન-નગર ખાતે ગાયોની બીમારી (શીતળા) માટેની રસી તૈયાર કરવા માટે જ્યારે દર વરસે ૩૬૦૦ બકરાને મરવું પડતું હતું. ત્યાં ટિસ્ય-કલ્ચરની નવી પદ્ધતિ દાખલ થતાં દર વરસે એટલા જીવો બચ્યા છે, અને ખર્ચમાં પણ ઘણો ફાયદો થયો છે.
આવાં અનેક અખતરાઓ અને નવી દવાઓની પરીક્ષા માટે આજે જ્યાં લાખો જાનવરો મરે છે, ત્યાં જો જાનવરો વગરના અખતરાની પદ્ધતિ દાખલ થાય તો ઘણો જ લાભ થાય તેવું છે. તેથી આ કમિટીને જો આ કામ માટે જીવદયામાં શ્રદ્ધા ધરાવતી જનતા તરફથી સારો સાથ મળશે, તો બીજી વૈજ્ઞાનિક શોધખોળ માટે પણ જાનવરો વગર અખતરા કરી તેના પરિણામો અન્ય સરકારી અને બિનસરકારી સંસ્થાઓમાં દાખલ કરી શકાશે, જેને પરિણામે લાખો જાનવરોના વિજ્ઞાનને નામે લેવાતા ભોગ અટકી શકશે.
“કમિટીને સરકાર વ્યવસ્થા પૂરતી જ ગ્રાંટ આપે છે. તેથી ઉપરની યોજના માટે જાહેર પ્રજા પાસેથી મદદ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કમિટીના ચેરમેન સ્વ. શ્રી કમલનયન બજાજ આ કાર્યમાં ખૂબ રસ લેતા હતા.
આવી એક યોજના માટે રૂ. ૨૦૦૦નો ખર્ચ થશે, પણ પરિણામે હજારો જીવો બચી જશે એ મોટો લાભ છે. તેથી આપને વિનંતી છે, કે અભયદાનના આ કાર્ય માટે આપ ઉદાર મદદ મંજૂર કરવા કૃપા કરશો. કમિટીને મળતી મદદ પર દાતાને ઇન્કમટેક્સમાંથી મુકિત છે. આ યોજનાઓનું સંચાલન નિષ્ણાતો દ્વારા જ થશે. જો યોગ્ય મદદ મળશે તો આવી ત્રણ યોજનાઓ હાથ ધરી શકાશે.
“આશા છે, કે આપ આ બાબત સહાનુભૂતિપૂર્વક વિચારી યોગ્ય મદદ મોકલી આભારી કરશો. (સરનામું : કલાભવન, પહેલે માળે, ૩ મેથ્ય રોડ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦)”
આ કાર્ય કેટલું ઉમદા છે, એ અંગે કંઈ વિશેષ લખવાની જરૂર નથી. ખરી રીતે આ ધર્મનું જ કામ છે. એટલે એને દરેક પ્રકારે સહાય, સાથ અને પ્રોત્સાહન મળે એ જરૂરી છે.
આ કમિટીએ જે કામ કરવા ધાર્યું છે, એમાં પૂરી નહીં તો અમુક પ્રમાણમાં પણ જો સફળતા મળે, તો પ્રાણીરક્ષાની બાબતમાં એક નવી દિશા જ ઊઘડે – તેવી દિશા કે જેથી માનવીની દાક્તરી સારવારની શોધોમાં ખાસ ખામી આવવા દીધા સિવાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org