________________
૧૩૦
જિનમાર્ગનું જતન (૯) હિંસારહિત તબીબી સંશોધન
દાક્તરી સારવારમાં માનવસમાજને માટે ઉપયોગી થઈ શકે એવી નવી-નવી દવાઓ શોધવામાં અને નવા-નવા પ્રયોગો કરવામાં, તેમ જ દવાઓની અસરો નક્કી કરવામાં આપણા દેશમાં તેમ જ બહારના દેશોમાં નાનાં-મોટાં અબોલ અને નિરપરાધી જીવજંતુઓ અને પ્રાણીઓની કેટલી મોટી સંખ્યા ઉપર કેવી-કેવી જાતના સિતમો ગુજારવામાં આવે છે એ હકીકત હવે અજાણી રહી નથી. પ્રાણીરક્ષા અને પશુઓ પ્રત્યેની ક્રૂરતાનું નિવારણ કરવા માટે રચાયેલી દેશવિદેશની સંસ્થાઓ દાક્તરી શોધખોળો માટે પશુઓ તથા બીજા જીવો તરફ દાખવવામાં આવતી ક્રૂરતાની વિગતો અવારનવાર પ્રગટ કરતી જ રહે છે. છતાં આવી હિંસાનું નિવારણ કરવાની દિશામાં બહુ જ ઓછાં – લગભગ નહીં જેવાં – પગલાં ભરવામાં આવે છે એ સુવિદિત છે.
આપણા દેશનાં જાણીતાં જીવદયાપ્રેમી, પ્રાણીમિત્ર, શ્રીમતી રશ્મિણીદેવી એરંડેલ, પ્રાણીમિત્ર શ્રી જયંતીલાલભાઈ માન્કર તથા અન્ય જીવદયાના હિમાયતીઓના પ્રયત્નથી આપણા દેશની કેન્દ્રસરકારે પ્રાણીઓ પ્રત્યે થતી ક્રૂરતાના નિવારણ માટે એક કાયદો ઘડ્યો છે. આ કાયદાનો અમલ કરી શકાય એ માટે, એ કાયદાને આધારે કમિટી ટુ કંટ્રોલ એસ્પિરીમેન્ટ્રસ ઓન એનિમલ્સ' નામે એક કમિટીની રચના કરવામાં આવી છે. દાક્તરી સારવારની શોધ માટે પશુઓ ઉપર કરવામાં આવતા હિંસક પ્રયોગો ઉપર નિયંત્રણ મૂકવા કોશિશ કરવી એ આ કમિટીનો હેતુ છે. આપણા ભાવનાશીલ જીવદયાપ્રેમી શ્રી જયંતીલાલભાઈ માન્કર આ કમિટીના ઉપ-પ્રમુખ છે. તેઓએ આ કમિટીને સહાય કરવા માટે જનતા જોગ એક અરજ કરી છે, જે
શ્રી જીવદયા' માસિકના ગત એપ્રિલ માસના અંકમાં છપાઈ છે. એ ટહેલ અમે ઉદ્ધત કરીએ છીએ :
“ઉપરોક્ત કમિટી (કમિટી ટુ કંટ્રોલ એસ્પિરીમેન્સ ઓન એનિમલ્સ) ભારત સરકારના પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના કાયદા અન્વયે વિજ્ઞાન અને શિક્ષણને નામે પ્રાણીઓ પર થતા અખતરા ઉપર દેખરેખ રાખવા અને તેમાં થતું ઘાતકીપણું અટકાવવા માટેની કાયદેસરની સંસ્થા છે.
તેની સ્થાપના પછી છેલ્લાં ૫ વર્ષમાં તેમને ભારતની અનેક વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ અને દવા બનાવવાનાં કારખાનાંઓની મુલાકાત લેતાં જણાયું છે, કે દર વરસે નાનાં-મોટાં આશરે ૬ લાખ પ્રાણીઓ પર અખતરાઓ થાય છે, અને આખરે તેનો નાશ કરવામાં આવે છે.
“સભાગ્યે વિલાયતના પ્રખ્યાત ડૉક્ટર આયગુડે અને બીજાઓએ પ્રાણી વગર કેટલાક અખતરા કરવાની રીતો શોધી કાઢી છે. અને વિલાયત-અમેરિકાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org