________________
જિનમાર્ગનું જતન
મુદ્દલ જરૂર ન હોય. ઉપરાંત દેશના અર્થકારણની દૃષ્ટિએ પણ એ બહુ નુકસાનકારક વસ્તુ છે એ આપણે સમજવું જોઈએ.
ભારત ખેતીપ્રધાન દેશ છે. એટલે એની મોટામાં મોટી અને અમૂલ્યમાં અમૂલ્ય સંપત્તિ તે એનું પશુધન છે. આ પશુઓના સહકારના બળે જ આપણે ધરતીમાતા પાસેથી ધાન્યના ભંડારો મેળવીને આપણી કાયાને પોષણ આપી શકીએ છીએ, અને એ જ પશુઓનાં દૂધમાંથી દહીં, માખણ અને ઘી મેળવીને આપણાં શરીરને શક્તિવંત બનાવીએ છીએ. અરે, આપણાં તનને ઢાંકવાનાં વસ્ત્રો પણ એ પશુ મારત કરેલી ખેતીમાંથી પેદા થતા કપાસમાંથી આપણને મળે છે. આમ આ પશુઓ એ તો આપણા જીવનનિર્વાહનું એક અતિ અગત્યનું અંગ બની ગયાં છે. એ સ્થિતિમાં એક પણ પશુની કતલ થવા દેવી એ આપણા અંગનો વિચ્છેદ કરવા જેવું અકાર્ય ગણાવું જોઈએ.
૧૨૨
નવસર્જન પામી રહેલા ભારતમાં જૂનાં કતલખાનાં કદાચ એકદમ બંધ ન થાય તો પણ નવાં તો ન જ સ્થપાય એ માટે પ્રજાએ જાગૃત રહેવાની જરૂર છે; અને પ્રજાનો અવાજ જો યોગ્ય અને બળવાન હશે તો તે તરફ ધ્યાન આપ્યા વગર સરકારને છૂટકો નથી.
ભારતવાસીઓના હૃદયમાં આ વાત બહુ જ સહેલાઈથી ઊતરી શકે એવી હોવાથી આ માટે વિશેષ લખવાની જરૂર નથી. અમે જૈન સમાજનું આ પ્રશ્ન તરફ ધ્યાન દોરીએ છીએ અને આ પવિત્ર કાર્યમાં પોતાનો પૂરેપૂરો સક્રિય સહકાર આપવા આગ્રહપૂર્વક ભલામણ કરીએ છીએ.
આ આખા પ્રશ્નની ટૂંકામાં છતાં મુદ્દાસર અને જરૂરી બધી માહિતી રજૂ કરતી અને આ બાબતમાં આપણે શું કરવાની જરૂર છે, એનું સ્પષ્ટ માર્ગદર્શન કરાવતી એક ઉપયોગી નોંધ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પાક્ષિક મુખપત્ર ‘પ્રબુદ્ધ-જીવન'ના તા. ૧-૮-૧૯૬૮ના અંકમાં એના તંત્રી શ્રી પરમાનંદભાઈ કુંવરજી કાપડિયાએ લખી છે, તે સંપૂર્ણ નોંધ અમે અમારા આજના અંકમાં અન્યત્ર પ્રગટ કરી છે; તે તરફ અમે સૌ જીવદયાપ્રેમીઓનું ધ્યાન દોરીએ છીએ. અમે એ નોંધમાં જણાવ્યા મુજબ આ માટે પ્રબળ લોકમત જાગૃત કરીને પોતાનો અભિપ્રાય જોરદાર રીતે વ્યક્ત કરવાનો અનુરોધ કરીએ છીએ.
(તા. ૨૧-૯-૧૯૬૮ અને ૪-૧૨-૧૯૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org