________________
૧૨૪
જિનમાર્ગનું જતન તેને એણે જોયો. બર્ગ બસમાંથી ઊતરી પડ્યો ને એણે ખાટકીને પકડ્યો, પણ તે કોરટમાં છૂટી ગયો.
વળી, એ જ્યાં માથું ફાટી જાય એવી દુર્ગધ પ્રસરેલી હતી એવા કતલખાનામાં જાય છે ને કતલ કરનારની ક્રૂરતાનો વિરોધ કરે છે. એટલે કોઈકે કતલ કરેલા ઢોરનાં આંતરડાં એના માથે માર્યો. મોઢા ઉપરથી લોહી લૂછી લઈને એ દવાવાળાની દુકાને ગયો ને કપડાં ઉપર પડેલા ડાઘ કઢાવી નાખ્યા. જનાવર પ્રત્યે ક્રૂરતા કરવા માટે અમેરિકામાં પહેલી શિક્ષા એણે એપ્રિલ માસમાં કરાવી.
“જીવતા કાચબાના પગ વીંધી દોરીથી બાંધીને એને વહાણમાં નાખીને લઈ જાય છે એમ બર્ગે જોયું, એટલે એણે વહાણના મુખી તથા બીજા ખારવાને પકડાવ્યા, છેવટે બર્ગની વિરુદ્ધ ફેંસલો આવ્યો; પણ આગાસિઝ નામે વિજ્ઞાનીએ બર્ગનું ઉપરાણું લીધું.
કૂકડાનાં પીછાં, એ જીવતાં હોય ત્યાં ખેંચી કઢાતાં હતાં એનો અને દૂધવાળાં દૂઝતાં ઢોર પર જુલમ કરતા હતા એનો પણ બર્ગે વિરોધ કર્યો.”
લોકમત કેળવીને આવો કાયદો કરાવવામાં જે મુશ્કેલીઓ વેઠવી પડે છે, એ તો જેઓએ આવું કામ કર્યું હોય તે જ જાણે. ઉપરાંત, લોકકલ્યાણમાં ઉપયોગી થાય એવો ગમે તેવો કાયદો પસાર કરાવી દેવા માત્રથી કામ સરતું નથી એનો તો આપણને પણ ઠીક-ઠીક અનુભવ થયો છે.
સારા કાર્યને ગમે ત્યાંથી પૈસાની મદદ મળી જ રહે છે. શ્રી હેન્રી બર્ગને કેવી મદદ સમયસર મળી એનો ખ્યાલ આપતાં લેખક કહે છે –
બર્ગે કાયદો કરાવ્યો ને લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરી. પણ પૈસાનું કામ પડે તેનું શું થાય ? બર્ગની આગળ જે ધન હતું તે પૂરું પડે એમ નહોતું. વધારે પૈસા કયાંથી મળે એની ચિંતામાં એ વ્યગ્ર થઈ ગયો. ત્યાં ન્યૂયોર્કની ઇસ્પિતાલથી એને એક સંદેશો આવ્યો : “એક ભાઈ માંદા છેએને તમે કૃપા કરીને મળી જાઓ.' બર્ગ ન્યૂયોર્ક ગયો ને ત્યાં બોનાર્ડ મળ્યો. બોનાર્ડ કહે, “બર્ગભાઈ, તમારી વર્તમાનપત્રોમાં નિંદા થાય છે તે હું જોઉં છું. જંગલી જનાવર ઉપર પાર વિનાનો જુલમ થાય છે તેનો હું સાક્ષી છું. એટલે તમારા કામ માટે મને માન છે.” થોડાક દિવસે બર્ગને ૧,૧૫,000 ડૉલરનો ચેક મળ્યો. આના દાતા બોનાર્ડનો પાડ માનવા બર્ગ ઇસ્પિતાલે ગયો, ત્યાં તો એ મરી ગયો હતો.
“આ પછી બર્ગને ઘણી આર્થિક સહાયતા મળી. આજકાલ ન્યૂયોર્ક શહેરની સોસાયટી જ એક વર્ષમાં ૨,૫૦,૦૦૦ જનાવરની ભાળ કાઢે છે. એને પાંજરાપોળમાં લઈ જાય છે. ગોરહમની શેરીઓ ઉપરથી રોજ ૪૫૦ભૂલાં પડેલાં, માંદા તથા ઘવાયેલાં જાનવરને સંભાળે છે અને એને ચોરી, ભૂખ, તરસ, વઢ, રોગ તથા અકસ્માતથી બચાવે છે. સોસાયટીની ઇસ્પિતાલમાં ન્યૂયોર્કનાં જનાવર વર્ષે ૬૩,૦૦૦ સારવાર પામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org