________________
૧ર૧
અહિંસાદર્શન અને અહિંસક આચારો : ૬ અવાજ રજૂ કરીને ધીરજપૂર્વક લોકમત કેળવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રહેવી ઘટે કે અહિંસા, કરણા કે પ્રાણીદયાના હેતુથી કરવામાં આવતું આ કાર્ય, જરૂર પડતાં, આંદોલનનું રૂપ ધારણ કરે તો પણ એમાં શબ્દો અને કાય, બંનેમાં અહિંસાતત્ત્વનું રક્ષણ અવશ્ય થવું જોઈએ. હિંસા કે હિંસક મનોવૃત્તિ દ્વારા અહિંસા કે જીવદયાનું સ્થાયી કામ કેવી રીતે થઈ શકે ? પ્રશાંત અને વિવેકશીલ આંદોલન આવેશપૂર્ણ વાણી કે કાર્ય કરતાં, શક્તિ અને અસરકારકતા બંનેમાં ચડિયાતું સાબિત થાય; કારણ કે એનાથી જે પરિણામ નીપજે તે વધુ નક્કર હોય એવી આપણી દઢ આસ્થા હોવી ઘટે.
નિર્દોષ મૂગાં પશુઓની હિંસાના નિવારણ માટે લોકમત જાગૃત કરવાની જરૂર અંગે અત્યારે અમે આ નોંધ લખવા એટલા માટે પ્રેરાયા છીએ કે મહારાષ્ટ્ર-રાજ્યમાં મુંબઈની પાસે દેવનારમાં એક જંગી કતલખાનું ઊભું થઈ રહ્યું છે. એમાં જો પ્રજામતના દબાણથી, રોજ અમુક સંખ્યાનાં પશુઓ કરતાં વધારે પશુઓની કતલ નહીં કરવાની બાંહેધારી અત્યારથી મેળવી લેવામાં ન આવે, તો આ રાક્ષસી શક્તિ ધરાવતું કતલખાનું ક્રમે-ક્રમે વધુ ને વધુ કેટલાં પશુઓની કતલ કરવા સુધી આગળ વધી જશે એની કલ્પના પણ થઈ શકે એમ નથી. એટલે આ માટે જરૂરી લોકમત – ખાસ કરીને મુંબઈની જનતાનો મત – જાગૃત કરવાની ખાસ જરૂર છે.
દેવનારના કતલખાનાની બાબત લાંબા વખતથી આપણે ત્યાં ચર્ચાતી રહી છે. આ નવું કતલખાનું ઊભું જ થવા ન પામે એ માટે આપણા તરફથી સારો એવો વિરોધ કરવામાં આવ્યો, પણ એમાં આપણને સફળતા ન મળી. હવે આપણે છેવટે એટલું કરવાનું રહે છે, કે પશુઓની કતલ કરવામાં ખૂબ ઝડપી વૈજ્ઞાનિક યંત્રસાધનોથી સજ્જ બનનાર આ કતલખાના દ્વારા અત્યારે મુંબઈ શહેરની માંસભોજી વસતી માટે જેટલાં પશુઓની હત્યા કરવાનું અનિવાર્ય ગણાય છે, એથી વધુ પશુઓની કતલ માટે આ કતલખાનાનો ઉપયોગ કરવામાં ન આવે. અર્થાત્ માંસની પરદેશ નિકાસ માટે વધારે પશુઓની કતલ એમાં ન થાય એની પાકી ખાતરી લાગતીવળગતી સત્તા પાસેથી એટલે કે મુંબઈના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી મેળવી લેવામાં
આવે.
અમે જૈનસંઘનું એ તરફ ધ્યાન દોરીએ છીએ અને આ દિશામાં જે કંઈ કરવું ઘટે તે સત્વર કરવા વિનંતી કરીએ છીએ. કોઈ પણ પ્રાણીનો વધ કરવો એ ધર્મભાવનાની દૃષ્ટિએ તો સાવ ખોટું છે જ છે એ વાત વિશેષ સમજાવવાની જરૂર ન હોય; અને તેમાં ય ભારત જેવા અહિંસા અને દયાપરાયણ દેશ માટે તો એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org