________________
૧૧૨
જિનમાર્ગનું જતન ખાતર પ્રાણીઓનો ભોગ લેવાનો ક્રમ દુનિયાના ક્રમ જેટલો જ જૂનો છે; પણ આ છેલ્લી પચ્ચીસીએ તો મુખ્યત્વે ભોગવિલાસ અર્થે એની માઝા મૂકી હોય એમ લાગે છે. જીવનનિર્વાહ એ એક વાત છે અને ભોગવિલાસ એ બીજી વાત છે. પણ માનવજાતે આજે લીધેલો આ રાહ કુદરતના કાનૂનથી અવળો છે. આ રાહે માનવજાત સાચા સુખનું સ્વપ્ન પણ ન સેવી શકે, તો પછી તેની પ્રાપ્તિની તો વાત જ શી ? વિષનાં વાવેતર કરીને અમૃત જેવાં ફળો નિપજાવી શકાય?
રખે આ વિધાનને કોઈ ધર્મભાવનાની ઘેલછા માની લે; “બે ને બે ચાર” જેવા જ નિશ્ચિત સત્યથી ભરેલું આ વિધાન છે. અને આજે જ્યારે માનવીની બુદ્ધિ વિજ્ઞાન તરફ વધુ ઝૂકવા લાગી છે, ત્યારે તો જો માનવી પોતાનો સ્વાર્થ અળગો કરીને ઘડીભર કડવું લાગતું પણ સત્ય સમજવા-સ્વીકારવાની તૈયારી બતાવે, તો આ વાત બહુ સહેલાઈથી ગળે ઊતરે એવી છે.
આપણે જોઈએ છીએ કે આજે શરીરમાં પેઠેલો નજીવો ચેપ વખત જતાં ભયંકર રોગનું રૂપ ધારણ કરીને માનવીને હતો-ન હતો કરી નાખે છે. વીજળીના તારોની ગોઠવણીમાં થઈ ગયેલી નાની-શી સરતચૂક સર્વત્ર અંધકાર ફેલાવી મૂકે છે, આગનું તાંડવ ઊભું કરી દે છે કે જીવલેણ આફત ઊભી કરી દે છે. આવા તો કંઈ-કંઈ દાખલાઓ આપણે રોજ નજરે જોઈએ છીએ. આવી નજીવી લાગતી ભૂલો પણ જો એનું પરિણામ જન્માવ્યા વગર ન રહેતી હોય, તો આપણે આપણા મનની મોજ પ્રમાણે બીજાં જીવજંતુઓને હેરાન-પરેશાન કરીએ કે એનો સંહાર કરીએ તો આપણાં એ અપકૃત્યો પણ દુષ્પરિણામો જન્માવે છે – ભલે એ દુષ્પરિણામોનો જન્મ આપણી બુદ્ધિ ન પહોંચી શકે એટલા લાંબા કાળ પછી થાય કે તરત જપણ એ થવાનો જરૂર. કારણ વગર કાર્ય ન નીપજે” એ સનાતન નિયમમાં જો આપણે આસ્થા ધરાવતા હોઈએ તો એ પણ ઉપરના જ વિધાનનું સમર્થન કરે છે. માનવી નાની-મોટી અનેક અણધારી આફતમાં સપડાઈને પિલાયા કરે છે તેનું પણ કંઈક કારણ તો હોવું જ જોઈએ ને? એ કારણોમાંનું એક કારણ તે જીવોની હિંસા.
આ રીતે જીવહિંસા એ પરિણામે તો આપણી પોતાની જ હિંસા કરવા જેવું અવિચારી કાર્ય છે. એટલે એ યોગ્ય જ વચન છે કે જીવદયા એટલે આપદયા. એટલે જીવદયાનો આદર કરીને માનવી પોતાનો જ બચાવ કરે છે અને પોતાની જ અધોગતિને રોકે છે.
સ્થૂળ રીતે તો માનવીની ગણના પણ પ્રાણીમાં જ કરવામાં આવે છે. પણ બીજાં પ્રાણીઓથી એને જુદો પાડનારું તેમ જ એને ઊંચે પદે સ્થાપનારું તત્ત્વ છે તેનું બીજા જીવો પ્રત્યેનું વર્તન. આપણા દેહનો નિયામક, સંચાલક અને માલિક એવો જે આપણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org