________________
૧૧૬
જિનમાર્ગનું જતન
અવલંબે છે. તેથી આવાં ઉપયોગી ઢોરોની કતલનો સંપૂર્ણ નિષેધ કરવો જોઈએ, અને તેનો અમલ વધુમાં વધુ બે વર્ષની અંદર વહેલામાં વહેલી તકે કરવો જોઈએ.”
અહિંસાધર્મના પાલક તરીકે જૈનોને આથી આનંદ થાય જ એ કહેવાની જરૂ૨ નથી. હવે મુદ્દાની વાત એ છે કે ઢોરોની કતલ અટકાવવાની જોગવાઈ જ્યારે સરકારે આપણને કરી આપી છે, ત્યારે ઢોરોનો ઉછેર વગેરે સુધારવાની આપણી જવાબદારીમાં ખૂબ-ખૂબ વધારો થઈ જાય છે એ રખે આપણે ભૂલી જઈએ. જીવદયાની લાગણીથી પ્રેરાઈને આપણે પાંજરાપોળો ચલાવીએ છીએ એ ખરું, પણ અત્યાર લગી આવી પાંજરાપોળોનો ઉપયોગ મુખ્યત્વે અપંગ કે નિર્બળ ઢોરોને રાહત આપવા પૂરતો જ થતો હતો; આમાં આપણે ફેરફાર કરવો પડશે. પાંજરાપોળોમાં અપંગ ઢોરોને રાહત મળે એ તો ખરું જ; સાથે-સાથે ઢોરો વધુ બળવાન અને તંદુરસ્ત બને એ માટે પણ આપણે ધ્યાન આપવું પડશે. ટૂંકમાં એમ કહેવું જોઈએ કે આપણી પાંજરાપોળોને માત્ર ખોડાં ઢોરોનાં કેન્દ્રો બનાવવાના બદલે ઢોરઉછેરનાં કેન્દ્રો બનાવવાં જોઈશે. ઢોરોનો યોગ્ય ઉછેર એ પણ ઢોરો પ્રત્યેની અહિંસાનું એક અંગ જ ગણાવું જોઈએ. આમ થાય તો જ આપણે આ કાયદાથી દેશને યોગ્ય ફાયદો પહોંચાડી શકીએ.
અમને ચોક્કસ લાગે કે બંધારણ-સભાએ સ્વીકારેલ આ કાયદાથી દેશને ઉન્નત બનાવવાનાં સાધનોમાં એક અતિ મહત્ત્વના સાધનનો, કોઈ પણ જાતના ખર્ચ વગ૨ આપમેળે ઉમેરો થઈ ગયો છે; અને એથી દેશની જનતાના સ્વાસ્થ્ય-ધનમાં સારો ઉમેરો થવાનો છે.
(૪) જીવદયાની વિશ્વવ્યાપી હિમાયત
જીવદયાપ્રેમી મહાનુભાવો તેમ જ જૈન સમાજ એ જાણીને રાજી થશે, કે તેઓ જે પ્રકારની ઊંચી કોટીની જીવદયાની હિમાયત કરે છે અને તેનું યથાર્થ રીતે પાલન કરવા માટે પ્રયત્ન પણ કરે છે, તેવી જીવદયાની વિશ્વવ્યાપી હિમાયત કરનારાઓનો વર્ગ ધીમે-ધીમે વધી રહ્યો છે; અને તેમાં પણ આવો જીવદયાપ્રેમી વર્ગ વધારવાના પ્રયત્ન પશ્ચિમના દેશમાં હાથ ધરવામાં આવ્યા છે એ વિશેષ નોંધપાત્ર અને આનંદ ઉપજાવે એવી બીના છે.
(તા. ૧૯-૧૨-૧૯૪૮)
પોતાના લાભને ખાતર પ્રાણીસૃષ્ટિનો ગમે તેવો ઉપયોગ કરવાની માનવીની સ્વાર્થી ટેવ જેમ જમાનાજૂની છે, તેમ ‘જીવમાત્રને જીવવાનો સમાન હક છે’ એ ઉદાત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org