________________
૧૧૮
જિનમાર્ગનું જતન.
અધિકારોનું હક્કપત્ર , “૧. માનવી દ્વારા થતા પ્રાણીઓના ઉપયોગમાં, કોઈ પણ પ્રકારના કૂરતાભર્યા ગેરઉપયોગને સ્થાન ન હોઈ શકે.
“૨. પ્રાણીઓનાં દુઃખો દૂર કરવા માટે તેમના ઉપયોગમાં તેમ જ તેમને લાવવા-લઈ જવામાં સવિશેષ સંભાળ લેવી જોઈએ.
“૩. બધી જીવલેણ રમતોને નૈતિક અધઃપાત તરીકે વખોડી કાઢવી જોઈએ અને તેનું નિવારણ કરવા માટેના ઉપાયો હાથ ધરવા જોઈએ.
૪. ઉપયોગમાં લેવાતાં પ્રાણીઓ પ્રત્યે જેમાં પીડા કે ક્રૂરતાનો સમાવેશ થતો હોય એવાં મનોરંજનો, પ્રદર્શનો અને રમતોને બંધ કરવાં જોઈએ.
“પ. ભૌતિકવિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં કરાતો પ્રાણીઓનો ઉપયોગ અને પ્રાણીઓ ઉપર કરવામાં આવતી શસ્ત્રક્રિયાઓનો, પ્રેમના કાનૂનના સાચા અમલની સાથે મેળ બેસતો નહીં હોવાના કારણે ત્યાગ કરવો જોઈએ.
“૬. જેઓના હૈયે પ્રાણીઓનું કલ્યાણ વસેલું છે તે બધાઓએ દયાભર્યા (નિરામિષ) ખોરાક અને કપડાંના સ્વીકારને ઉત્તેજન આપવું જોઈએ, અને એમ કરીને નિર્દોષ પ્રાણીઓ ઉપર આવી પડતાં દુઃખો અને તેમની મોટા પાયા ઉપર થતી હિંસાને ઘટડવામાં મદદ કરવી જોઈએ.
“૭. આપણી સંસ્કૃતિ ઉપર લાગેલ આ (પ્રાણીપીડનના) કલંકનું નિવારણ કરવા સારુ વિશ્વવ્યાપી પ્રયત્ન કરવા માટે ખ્રિસ્તીઓ અને બીજા બધા ધર્મવાળાઓનો સહકાર મેળવવો જોઈએ.
સહીઓ (ઉપરના હક્કપત્ર ઉપર સહી કરવાનું લખાણ)
“અમો, નીચે સહી કરનારાઓ, સામૂહિક રીતે જાહેર કરીએ છીએ, કે મનુષ્યથી નીચા દરજ્જાના જીવોનું કલ્યાણ અને ઘાતકીપણાથી રક્ષણ કરવાની ખાસ જવાબદારી માનવીના શિરે રહેલી છે. આ જવાબદારીને અદા કરવા માટે એ જરૂરી છે કે આ હક્કપત્રની શરતોનું દરેક સ્થળે પાલન કરવામાં આવે.”
આ નોંધ બહુ સ્પષ્ટ છે. અને એને તૈયાર કરનારના દિલમાં જીવદયાનો ખ્યાલ કેટલો ઊંડો છે તે પણ દર્શાવે છે. પ્રાણીઓની હિંસા કે પીડા જે-જે માર્ગોએ થવા સંભવ છે તેનો નિર્દેશ પણ આમાં ઠીકઠીક ઝીણવટપૂર્વક કરવામાં આવ્યો છે.
આ રીતે આ નિવેદન બધા જીવદયાપ્રેમીઓ ને ધર્મપ્રચારકોને માટે આવકારપાત્ર જ નહીં, પણ અપનાવવા લાયક છે. ધર્મના નિમિત્તે ગમે તે પ્રવૃત્તિ કરીએ, પણ તેનો મુખ્ય ઉદ્દેશ તો જીવદયા, અહિંસા અને સત્યનો સાક્ષાત્કાર કે પ્રચાર કરવાનો જ છે. એટલે જ્યાં-જ્યાં એ તત્ત્વોનો પ્રચાર થતો હોય ત્યાં આપણો સાથ હોવો જ જોઈએ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org