________________
૧૧૪
જિનમાર્ગનું જતન આ રીતે જોઈ શકાશે કે પશુધન જ સાચું ધન છે; અને એમાં જ આપણી અને દેશની સાચી ઉન્નતિ છે. જો ઢોરના ઉછેર પ્રત્યે આપણે આળસુ અને દયાહીન ન થયા હોત, તો ઝાઝા રૂપિયા પરદેશમાં મોકલીને લવાતી શક્તિની દવાઓથી આપણાં સંતાનોને ઉછીની તાકાત અપાવવાનો અવળો ધંધો આપણે ન કર્યો હોત.
તેથી દેશનું પશુધન વધારવું એ માત્ર સરકારનું જ નહીં, પણ એકેએક માણસનું પોતાનું કામ છે, અને જ્યારે દેશમાં લોકશાસનની આણ હોય ત્યારે તો એ સવિશેષપણે સૌની ફરજ બની જાય છે. એટલું ખરું કે એ માર્ગમાં જે મુશ્કેલીઓ હોય તે દૂર કરવાનું અને જે આપણા પોતાથી ઊભી ન થઈ શકે તેવી અનિવાર્ય જણાતી સગવડો કરી આપવા આપણે સરકારને ભારપૂર્વક કહી શકીએ, અને સરકારે એ તરફ ધ્યાન પણ આપવું જોઈએ. પણ સરકારને કહેતાં પહેલાં એ માટેની જરૂરી તૈયારી કરવાનું કામ પ્રજાનું છે. ભૂમિકા તૈયાર હશે તો સરકારને આપ્યા વગર છૂટકો નથી; કારણ કે સરકાર પણ એમ તો જરૂર ચાહે જ કે પોતાના દેશની સમૃદ્ધિમાં વધારો થાય.
આ રીતે તાત્ત્વિક કે આર્થિક ગમે તે દૃષ્ટિએ પશુસંવર્ધન અને જીવદયા પ્રજાજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જેઓ એ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેઓ દેશસેવાનું જ કામ કરે છે, અને તેમને પૂરો સાથ અને સહકાર આપવો દરેક દેશવાસીની ફરજ છે. પશુસંરક્ષણને આપણે પ્રજાસંરક્ષણ સમજીએ, જીવદયાને આપદયા સમજીએ અને જાગ્યા ત્યારથી સવાર ગણીને આપણી સંસ્કૃતિની શોભા અને દેશની શક્તિ વધારવાના આ પુણ્યકાર્યમાં આપણો વધુમાં વધુ ફળો નોંધાવીએ.
(તા. ૨૮-૧-૧૯૫૦)
(૩) બંધારણસભાનું પ્રશંસનીય કાર્ય
(ઢોરોની કતલની મનાઈ) હિંદની બંધારણ-સભાએ, તા. ૨૪-૧૧-૧૯૪૮ના રોજ, દેશના બંધારણના ખરડામાં ગાય અને બીજાં ઢોરોની કતલની સંપૂર્ણ અટકાયત કરતી એક કલમનો સ્વીકાર કરીને દેશની ભારે સેવા બજાવી છે. સ્વરાજ્ય હાંસલ કર્યા પછી આ માટે દેશના ખૂણેખૂણામાંથી જોરદાર માગણી કરવામાં આવી હતી, છેવટે બંધારણ સભાએ એ લોકલાગણીને માન આપીને આ કલમનો સ્વીકાર કર્યો છે. કોઈ પણ પ્રાણીનો જીવ બચે એ અહિંસાની દૃષ્ટિએ તો બહુ પવિત્ર કાર્ય છે જ, પણ દેશનાં સ્વાથ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org