________________
૧૦૬
જિનમાર્ગનું જતન
ભગવાનના સમગ્ર જીવનનો બોધપાઠ છે આત્માની બંધનમુક્તિ. શ્રી આચારાંગસૂત્રમાં ભગવાને કહ્યું છે –લે મેદાવી ને મyધાયણસ વેયને ને ય વક્વપમોરવણી – જે અહિંસામાં કુશળ છે, અને જે બંધમાંથી મુક્તિ મેળવવાની જ વેતરણમાં રહે છે તે જ સાચો બુદ્ધિમાન છે.
ચેતનમાત્રમાં સમાન ગુણનું દર્શન કરી, અહિંસાના માર્ગે લોકજીવનનું નવસર્જન કરનાર પ્રભુ મહાવીરનો માર્ગ વિશૃંખલ વિશ્વને સુવ્યવસ્થિત કરવાની ચાવી છે. જ્યારે પણ દુનિયાનું સર્વહિતકારી, સર્વોદયગામી નવસર્જન થશે, ત્યારે એ અહિંસાના માર્ગે જ થશે. એ અહિંસાનો માર્ગ પ્રભુ મહાવીરે ઉપદેશેલા માર્ગથી જુદો નહીં હોય – ભલે એનાં નામ કે રૂપ જુદાં હોય !
ભગવાનનો જીવનબોધ આપણને સાચા બુદ્ધિમાન બનવાની પ્રેરણા આપે એ જ પ્રાર્થના.
(તા. ૧-૪-૧૯૫૭)
(૫) મહાવીરચરિત્રની ખોટ કઈ રીતે પૂરીશું? મહાવીર-જયંતી આવે છે અને સૌથી પહેલાં કોઈ વસ્તુ તરફ વિશેષ ધ્યાન જાય છે તો તે મહાવીરચરિત્રની ખોટ તરફ. મહાવીરસ્વામીના એક સુંદર ચરિત્રની ખોટ આપણને લાંબા સમયથી જણાયા કરે છે, છતાં એ ખોટ પૂરી શકાય એ દિશામાં જોઈએ તેવાં પગલાં આપણે નથી ભરી શકયા એ હકીકત દુઃખ ઉપજાવે એવી છે.
- આમ તો છેક ભદ્રબાહુસ્વામી રચિત “કલ્પસૂત્ર'થી માંડીને અત્યારના સમયના પં. મ. શ્રી. કલ્યાણવિજયજીવિરચિત હિન્દી “શ્રમ માવાન મહાવીર’ સુધીનાં ભગવાન મહાવીરસ્વામીનાં અનેક ચરિત્રો સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી, ગુજરાતીમાં (અને એકાદ-બે અંગ્રેજીમાં પણ) લખાયેલાં મળે જ છે; અને છતાં એક સરસ ચરિત્રની ખોટ આપણને લાગ્યા જ કરે છે.
આ માટે ખાસ મુદ્દાનો સવાલ તો એ ઊઠે છે, કે આપણે કેવા પ્રકારનું મહાવીરચરિત્ર ઇચ્છીએ છીએ? આ સવાલનો જો આપણે બરાબર જવાબ મેળવી શકીએ તો પછી આગળનું કામ કંઈક સરળ થઈ શકે.
મહાવીર-ચરિત્રનો અમે વિચાર કરીએ છીએ ત્યારે મુખ્ય ત્રણ બાબતો અમારા ખ્યાલમાં આવે છે. પહેલી વાત એ ખ્યાલમાં આવે છે કે એ ઐતિહાસિક દૃષ્ટિએ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org