________________
મહાવીર-જીવન : ૫
૧૦૯
સાધના. આ ત્રણ ક્ષેત્રોને ન્યાય આપવા માટે ત્રણ પ્રકારના વિદ્વાનોનો સુમેળ થવો જોઈએ: ઐતિહાસિક દૃષ્ટિ માટે વિશાળ દષ્ટિવાળા ઇતિહાસવિદોનો, ધાર્મિક ક્રાંતિ માટે ધર્મક્ષેત્રની સાચી મર્યાદા પિછાણનાર માનવ-સેવકોનો અને સાધના માટે અહિંસા, સંયમ અને તપનો સાક્ષાત્કાર કરવા મથતા સાધકોનો.
સુંદર મહાવીરચરિત્ર તૈયાર કરવું હોય તો આવું કંઈક આપણે કરવું જોઈશે. અને જ્યારે પણ આવું સરસ મહાવીરચરિત્ર આપણી પાસે તૈયાર થશે, ત્યારે જૈનધર્મના કે મહાવીપ્રભુના જાગતિક મહિમાના સ્થાપન માટે આપણે આજીજીભરી વકિલાત કરવાપણું નહીં રહે.
(તા. ૧-૪-૧૯૪૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org