________________
મહાવીર-જીવન : ૫
૧૦૭
કે સંશોધનાત્મક દૃષ્ટિએ લખાવું જોઈએ. જે કાળમાં માનવીની વૃત્તિ વિશેષ અંતર્મુખ હતી અને ઘટનાઓનો ઇતિહાસ સાચવી રાખવાની પ્રથા બહુ જ ઓછી હતી, તે કાળની કોઈ પણ વ્યક્તિનો કડીબદ્ધ ઇતિહાસ લખવો એ બહુ મુશ્કેલ કામ છે એ સાચી વાત છે. પણ છેલ્લી અડધી-પોણી સદીમાં પ્રાચીન સમયનું કકડે-કકડે જે કંઈ સંશોધન કરવામાં આવ્યું છે, અને કેવળ એક દેશની જ નહીં, પણ જુદા-જુદા દેશોમાં બનેલી છેલ્લાં ત્રણેક હજાર વર્ષની ઘટનાઓનું જે કંઈ આછું-પાતળું પણ સંકલન કરવામાં આવ્યું છે અને એ ઘટનાઓની પરસ્પરની અસરો વિશે એટલે કે એકબીજા દેશની સંસ્કૃતિઓની પરસ્પરની અસરો વિશે જે કંઈ લખવામાં આવ્યું છે, તે એટલી બધી રચનાત્મક સામગ્રી ઉપસ્થિત કરે છે, કે જો કોઈ એ બધાનો સતત અભ્યાસ અને અનુશીલન કરે અને એના ઉપરથી તટસ્થ બુદ્ધિથી પ્રાચીન ઐતિહાસિક ઘટનાઓની કડીઓ મેળવવાનો પ્રયત્ન કરે, તો જરૂર એક સારું એવું ઈતિહાસ-સિદ્ધ માળખું તૈયાર કરી શકે એમાં શક નથી.
આનો અર્થ એ થયો કે મહાવીરચરિત્રની ઐતિહાસિક ભૂમિકાને નક્કર બનાવવા માટે કેવળ જૈન સાહિત્યનો – ભલે પછી એ ગમે તેટલો ગહન કે સૂક્ષ્મ હોય – અભ્યાસ કરવાથી કામ ન ચાલી શકે. એ માટે તો પૌત્ય અન્ય સંસ્કૃતિને અનુલક્ષીને જે કંઈ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પ્રગટ થયું હોય, તે બધાનો બારીકાઈથી અભ્યાસ કરવો જોઈએ; કારણ કે પૌર્વાત્ય સંસ્કૃતિના ઘડતરમાં તેમ જ તેના સંરક્ષણ અને સંવર્ધનમાં જૈન સંસ્કૃતિએ કંઈ નાનોસૂનો ફાળો આપ્યો નથી. એક રીતે કહીએ તો “ડુંગર ખોદીને ઉંદર કાઢવા” જેવું, ખૂબ ધીરજ હોય તો જ થઈ શકે એવું આ કામ કહી શકાય. આવા સાહિત્યના અભ્યાસમાં બૌદ્ધ સાહિત્યના ઝીણવટભર્યા અભ્યાસને વિશિષ્ટ સ્થાન મળવું જ જોઈએ એ કહેવાની જરૂર ન હોય.
આવું ઇતિહાસ-શુદ્ધ મહાવીરચરિત્ર તૈયાર કરવું હોય, તો અત્યારે તો અમને ચોક્કસ લાગે છે કે એ કામ કોઈ એક વિદ્વાનથી થઈ શકે નહીં. એટલે એ માટે તો વિદ્વાનોનું એક નાનું સરખું મંડળ જ ઊભું કરવું જોઈએ, જેમાં ગૃહસ્થો કે સાધુઓ, જૈનો કે જૈનેતરો એવો કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર જે કોઈ આવી સેવા યોગ્ય રીતે બનાવી શકે એમ હોય, તેમને સ્થાન આપવું જોઈએ.
આ થઈ ઐતિહાસિક દૃષ્ટિની વાત. હવે બીજી બાબતો વિચારીએ.
ખરી વાત તો એ છે કે જો ઐતિહાસિક દૃષ્ટિને આપણે એના વિશાળ અને યથાર્થ રૂપમાં સ્વીકારીએ તો બીજી બાબતોનો પણ એમાં જ સમાવેશ કરી શકાય; છતાં વ્યવહારુ વિચારણા પ્રસંગે ખ્યાલમાં રહી શકે તે માટે એ બીજી બે બાબતોનો પણ અહીં જુદા રૂપે નિર્દેશ કરવો ઈષ્ટ માન્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org