________________
જૈન ફિરકાઓની એકતા : ૬
૮૫
હાથ ધરવામાં આવ્યા છે તે ખૂબ ધ્યાનપાત્ર છે. આવું સંગઠન સાધીને સમાજને માટે કંઈક પણ ઉપયોગી કાર્ય કરવાના શુભ હેતુથી કતરાસગઢમાં બિહાર-બંગાલ કોલફિલ્ડ જૈન-સંમેલનમાં ભરાઈ રહ્યું છે. આવું ઉપયોગી, સમયોચિત અને દૂરંદેશીભર્યું પગલું ભરવા બદલ આ સંમેલનના સર્વે પ્રયોજકોને અમે અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ.
આ સંમેલનમાં સ્થાનકવાસી ફિરકાના મુનિશ્રી જગજીવનજી તથા જયંતીલાલજી મહારાજ, શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના મુનિશ્રી પ્રભાકરવિજયજી મહારાજ અને દિગંબરસમાજના બ્રહ્મચારીઓ શ્રી સોહનલાલજી, સુરેન્દ્રનાથજી અને બંસીધરજી હાજર રહેવાના છે. આ રીતે આપણા જુદાજુદા ફિરકાના ત્યાગીઓ એક જ સ્થાને, એક જ હેતુ માટે એકત્ર થાય છે એ આનંદ પામવા જેવી બાબત છે. તેમાં એ પ્રદેશના બધા ય ફિરકાના આગેવાનો, વિચારકો અને કાર્યકરો પણ હાજર રહેવાના છે.
આ સંમેલનનો વિચાર કરતાં થોડાંક વર્ષ પહેલાં કલકત્તામાં મળેલ પૂર્વ-ભારતજૈન-સંમેલનની યાદ તાજી થાય છે. એ સંમેલન પણ વ્યાપક રીતે જૈનોની એકતા સ્થાપવાના મુખ્ય આશયથી જ ભરવામાં આવ્યું હતું. આ સંમેલન મળ્યા પછી એમાંથી કંઈ કાયમી પરિણામ નિષ્પન્ન થયું કે નહીં, તેમ જ અત્યારે એ શું પ્રવૃત્તિ ચલાવી રહેલ છે એ સંબંધી કશું જાણવામાં આવ્યું નથી.
આ વાતને યાદ કરવાનો અમારો હેતુ એક જ છે કે જેનોના સંગઠન અને એકતાના જે ઉદ્દેશથી પૂર્વભારતના જૈનોનું સંમેલન મળ્યું હતું એ જ ઉદ્દેશથી બિહારબંગાળના કોલસા-વિસ્તારના જેનોનું સંમેલન કતરાસગઢમાં મળી રહ્યું છે, એટલે પૂર્વભારત જૈન સંમેલનને જે કંઈ સારા-માઠા અનુભવો થયા હોય એને આ સંમેલન ધ્યાનમાં રાખશે તો એથી એને અવશ્ય ઘણો લાભ થશે, અને કેવી રીતે કઈ દિશામાં આગળ વધવું એનો એને વધુ સચોટ ખ્યાલ આવશે.
અમારી પોતાની સમજ મુજબ તો બધા ય ફિરકાના જેનો આ રીતે એક છત્રછાયા નીચે એકત્ર થઈ રહ્યા છે એ જ ભારે અગત્યની અને આવકારપાત્ર વાત છે. આ રીતે બધા એકત્ર થાય અને એક જ વ્યાસપીઠ ઉપરથી સંગઠન, સમાન હિતની રક્ષા અને સંઘ કે સમાજની પ્રગતિનો વિચાર કરે એને અમે જૈનસંઘનું સદ્ભાગ્ય સમજીએ છીએ. જો આ વિચારણામાંથી સમાજને પરેશાન કરતી સંખ્યાબંધ મુશ્કેલીઓમાંથી થોડીકનો પણ નિકાલ થઈ શકે એવું કંઈક પણ નક્કર અને ચિરંજીવ પરિણામ આવ્યું, તો એથી સંમેલન પોતે જ ચિરંજીવ બની રહેશે; બીજાઓને માટે માર્ગદર્શક પણ બની શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org