________________
જિનમાર્ગનું જતન
કે ન તો તે સમુદાયોના વડીલોના વડીલપણાની શોભા છે. જુદીજુદી વિચારસરણીઓને ન્યાય આપવો એ જ તો શ્રમણજીવનનો અને અનેકાંતવાદનો સાર છે. અમે ઇચ્છીએ છીએ કે એ આચાર્ય મહારાજો વગેરે આ બાબતને પણ ધ્યાનમાં લેવાની દૂરંદેશી દાખવે.
આ બધા કથનનો સાર એ જ કે આ પ્રસંગની ઉજવણી બધા ય ફિરકાના જૈન સંઘોના પૂર્ણ અને સક્રિય સહકારથી શાનદાર રીતે એવી થાય કે જે હંમેશને માટે માર્ગદર્શક અને યાદગાર બની રહે. પરમાત્મા સૌને આ દિશામાં વિચારવા અને કામ કરવાની ભાવના અને શક્તિ આપે એ પ્રાર્થના સાથે અમે અમારું આ કથન પૂરું કરીએ છીએ.
(તા. ૧૫-૧-૧૯૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org