________________
જૈન ફિરકાઓની એકતા ઃ ૬
૮૩
(૬) એક્તાની જીવંત ભૂખ, જીવંત મથામણો આજે એકતાનો આદર્શ એ કોઈ પરાણે લાદવાની વસ્તુ નહિ, પણ કાળબળે જન્માવી હોય તેવી સ્વયંભૂ પ્રેરણા છે એ દર્શાવતી અનેક ઘટનાઓ વાગોળીએ:
૧
ગયા એપ્રિલ માસમાં જામનેર મુકામે ભારત જૈન મહામંડળનું અધિવેશન ભરાયું તે અવસરે તા. ૧૪-૧૯૪૯ના રોજ જૈનસંઘમાં સંપ શી રીતે થાય એ સંબંધી હળવી ચર્ચા કરવામાં આવી હતી. એ પ્રસંગે જુદાજુદા વક્તાઓએ પોતપોતાનો અનુભવ વર્ણવ્યો હતો. આમાં “જૈન ગેઝેટ' નામક અંગ્રેજી માસિકના તંત્રી લખનૌના શ્રીયુત અજિતપ્રસાદજીએ પોતાનો એક પ્રસંગ વર્ણવ્યો તે સૌ કોઈએ જાણવા જેવો હોઈ અહીં આપીએ છીએ :
બ. શીતલપ્રસાદજીની કૃપાથી મારે ત્યાં એક ઘરદેરાસર છે, એમાંની મૂર્તિ દિગંબર છે. એક દિવસ એક શ્વેતાંબર સજ્જન આવ્યા અને મારા દીકરાને પૂછવા લાગ્યા, કે શ્વેતાંબર મંદિર કેટલું દૂર છે. એમને બે કલાક પછી તો ગાડીએ પહોંચવું હતું. એમને નિયમ હતો કે પૂજા કર્યા વગર જમવું નહીં. એ અસંભવ હતું કે ત્યાંથી ત્રણ માઈલ ચાલીને શ્વેતાંબર મંદિરે જાય અને પૂજા કરીને, ભોજન કરીને ગાડીએ પહોંચે. ઉપર આ વાત સાંભળી હું નીચે આવ્યો. મેં કહ્યું “અત્યારે મારી પાસે મોટર નથી. આપ મારે ત્યાંના ઘરદેરાસરમાં તમારી પરંપરા પ્રમાણે ચંદન-કેસરનાં આભૂષણો બનાવીને પૂજા કરી શકો છો.” તેઓ અચંબામાં પડી ગયા અને બોલ્યા : “શું તમે એમ કરવા દેશો ?' મને કશો જ વાંધો ન હતો. તેઓ ઉપર આવ્યા. મેં પણ મદદ કરી. તેઓ પૂજા કરીને જમીને ચાલ્યા ગયા. મેં ફરીથી અભિષેક કરીને મૂર્તિને દિગંબર બનાવી લીધી. કેટલાક દિગંબર ભાઈઓ ગુસ્સે થયા, પણ તેમનું સમાધાન થઈ ગયું. બધી વાત તો ભાવનાની છે. આપણે ઇચ્છીએ તો એક થઈ શકીએ છીએ.”
આ પ્રસંગના સંબંધમાં કશું કહેવાની જરૂર નથી. વાત એટલી જ છે કે જૈનસંઘની એકતા સાંપ્રદાયિક કે ક્રિયાકાંડની કટ્ટરતાને વેગળી મૂકવાથી જ સિદ્ધ થઈ શકે એમ છે.
(તા. ૨૯-૫-૧૯૪૯)
સર્વસમાવેશક બિહાર-બંગાળ-કોલ-લ્ડિ જૈન સંમેલન
બિહાર-બંગાળમાં ખનિજ કોલસા ધરાવતો સારો એવો વિસ્તાર છે. એ કોલસાવાળા વિભાગોમાં બધા ય જૈન ફિરકાઓની વસ્તી સારા પ્રમાણમાં છે. ઉપરાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org