________________
જૈન ફિરકાઓની એકતા : ૬, ૭
આમાં ખરું મહત્ત્વ કાર્યક્રમની વિગતોનું નહીં, પણ જૈન સમાજની એકતા સાધવા માટે બધા ફિરકાઓનું આવું એક બોર્ડ સ્થાપવાનું સૂઝ્યું એ છે. જૈન સમાજની એકતાની દિશામાં અમે આ કે આવા પ્રયત્નોને આવકારપાત્ર લેખીએ છીએ અને તેથી આવી યોજના કરનારાઓને ધન્યવાદ આપીએ છીએ.
Jain Education International
૮૯
(૭) સમજીને સૂર મિલાવીએ
ભગવાન મહાવીરના પચીસસોમા મહાનિર્વાણ-મહોત્સવની ઉજવણી સામે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છ વિભાગના જે આચાર્યો તથા મુનિવરોનો વિરોધ છે તે અંગે અમે સવિસ્તર વિચારણા અમારા ગયા અંકના અગ્રલેખમાં કરી છે. એની પૂર્તિરૂપે થોડીક વધુ વિચારણા કરવી જરૂરી લાગવાથી આ નોંધ લખીએ છીએ.
તપગચ્છને આપણે ગમે તેટલો મોટો ગણીએ અને એને ગમે તેટલું વધારે મહત્ત્વ આપવાનો પ્રયત્ન કરીએ, તો પણ એ સમગ્ર જૈનસંઘનો અમુક એક હિસ્સો જ છે એમાં શક નથી. વળી તપગચ્છમાં પણ અમુક આચાર્યો તેમ જ મુનિવરો આ ઉજવણીની તરફેણ કરે છે એ પણ એક હકીકત છે. એટલે આ ઉજવણીની તરફેણ તથા એના વિરોધનો બધા જૈન ફિરકાઓને આવરી લેતા સમગ્ર જૈનસંઘની દૃષ્ટિએ વિચાર કરવાની જરૂર રહે છે. આવો વિચાર કરતાં તપગચ્છનો જે વિભાગ વિરોધ કરે છે એ સમગ્ર જૈનસંઘના બહુ જ નાના હિસ્સાને આવરી લેતો વિરોધ બની રહેવાનો છે, એ વાત આપણા ધ્યાન બહાર જાય એ બરાબર નથી. આનો અર્થ કોઈ એવો તો ન જ કરે, કે પોતે લઘુમતીમાં હોઈ પોતાનો વિરોધ જતો કરવો. ક્યારેક એવું જરૂર બને છે કે કોઈ વાતનો વાજબી વિરોધ કરવામાં આપણે લઘુમતીમાં હોઈએ અને સામો પક્ષ બહુમતીમાં હોય. અહીં અમારે મુખ્યત્વે એ જ વાત કહેવાની છે કે વિરોધ કે ત૨ફેણ, લાભાલાભનો અંદાજ કાઢીને પછી જ કરવાં જોઈએ. અમારી સમજ મુજબ આ ઉજવણીની તરફેણ કરીને એમાં હૃદયપૂર્વક સંપૂર્ણ અને સક્રિય સાથ આપવામાં જૈનધર્મ કે જૈનસંઘને લવલેશ નુકસાન થવાનો સંભવ નથી. ઊલટું, અત્યારની ભૌતિકવાદ તરફ તેમ જ હિંસા તરફ જઈ રહેલ દુનિયાને આત્મભાવનાનો અને અહિંસાવાદનો જૈન સંસ્કૃતિનો સંદેશ પહોંચતો કરવાથી કંઈક પણ લાભ જ થવાનો છે. અત્યારે દુનિયામાં એક યા બીજા રૂપે હિંસાનો કેટલો બધો વધારો થઈ રહ્યો છે અને માનવસમાજનું
For Private & Personal Use Only
(તા. ૧૧-૧૨-૧૯૫૪)
www.jainelibrary.org