________________
જૈન ફિરકાઓની એકતા : ૫
અહીં અમે જૈન ધર્મના અનુયાયીઓ અને હિંદુધર્મના અનુયાયીઓ વચ્ચેના લગ્નસંબંધોની વિચારણા ન કરતાં એ વિચારણાને જૈનધર્મના જુદાજુદા ફિરકાઓ અને ગચ્છોના અનુયાયીઓ વચ્ચેના લગ્નસંબંધ પૂરતી જ મર્યાદિત રાખીશું, કારણ કે અહીં જૈનધર્મના જુદાજુદા ફિરકાઓ વચ્ચેની એકતાનો જ ખાસ વિચાર કરવાનો છે.
બહુ ઊંડા ભૂતકાળમાં ન જઈએ તો પણ ૪૦-૫૦ જેટલાં વર્ષો પહેલાં પણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં તેમ જ બીજા પ્રદેશોમાં પણ જૈનધર્મના જુદાજુદા ફિરકાઓના અનુયાયીઓ વચ્ચે – ખાસ કરીને દેરાવાસીઓ અને સ્થાનકવાસીઓ વચ્ચે – લગ્નસંબંધો બંધાતા હતા. આમાં દિગંબર ફિરકાના અનુયાયીઓના લગ્નસંબંધો ઇતર જૈન ફિરકાઓના અનુયાયીઓ સાથે બંધાતા હોય એવું અમારી જાણમાં નથી. કદાચ ગુજરાત-સૌરાષ્ટ્ર સિવાયના ઇતર પ્રદેશોમાં આવા સંબંધો ભૂતકાળમાં યોજાયા હોય કે અત્યારે પણ યોજાતા હોય તો એ વાતને અમે આવકારીશું. . પણ આ લગ્નસંબંધોના ક્ષેત્રનો વિચાર કરતાં અમને તો એમ જ લાગ્યું છે કે છેલ્લા ત્રણ-ચાર દાયકાઓમાં આ ક્ષેત્રમાં કંઈક તાળાબંધી જેવી નીતિને આપણે અપનાવી છે, અને એ ક્ષેત્રમાં જે કંઈ થોડી-ઘણી વિશાળતા રહી હતી તેને પણ આપણે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. અત્યારે તો વાત એટલી હદે આવી પહોંચી છે કે અમુક જૈન ફિરકાનો અનુયાયી પોતાના ફિરકાના અનુયાયીઓ સાથે જ લગ્નસંબંધથી જોડાઈ શકે એ માન્યતા આપણાં દિલોમાં સજ્જડ રીતે ઘર ઘાલી ગઈ છે; બે જુદાજુદા જૈન ફિરકાના અનુયાયીઓ વચ્ચે લગ્નસંબંધ હોઈ શકે એ વિચાર જ આપણા માટે સાવ અપરિચિત અને અવ્યવહારુ જેવો બની ગયો છે. એટલું તો અત્યારે પણ આપણે સગી આંખે જોઈએ છીએ કે આપણાં સગાંઓમાં અમુક તો બીજા જૈન ફિરકાના અનુયાયીઓ જરૂર છે; છતાં આવા લગ્નસંબંધોની વાત આપણા ગળે ઊતરતી નથી. જૈનધર્મની એકતાની દૃષ્ટિએ આ વાત હાનિકારક જ છે એમ અમને ચોક્કસ લાગે છે.
- એક ફિરકા અને એક ગચ્છના અનુયાયીઓ વચ્ચે જ લગ્નસંબંધો યોજાવાથી વિચારભેદ કે અમુક માન્યતાભેદ છતાં એકતા ટકાવી રાખવાની આવડત, બીજાની ખામીને ખમી લેવાની સહિષ્ણુતા અને ભિન્નતામાં પણ એકતા સ્થાપનારી ગુણગ્રાહક દૃષ્ટિ – વગેરે ગુણોનો સમાજમાંથી છાસ થતો ગયો અને એના સ્થાને સંઘર્ષનું કારણ પ્રગટાવ્યાની સગવડિયા જડતા અને ભ્રાંતિ (?), તેમ જ દિલની વિશાળતાને સ્થાને દિલની સંકુચિતતા વગેરે પ્રગતિરોધક દુર્ગુણો સમાજમાં ફેલાવા લાગ્યા અને રોગની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org