________________
જિનમાર્ગનું જતન જેમ સમાજની શક્તિને ક્ષીણ કરવા લાગ્યા. જે વાતને આપણે લાભકારક માની શકીએ એને જ સમાજ હાનિકારક માની બેઠો !
એટલે હવે જ્યારે જૈનધર્મના જુદાજુદા ફિરકાઓ વચ્ચે એકતા સ્થાપવાની વાતો અને વિચારો થવા લાગ્યાં છે ત્યારે લગ્નક્ષેત્રના વિસ્તારનો વિચાર કરવો અનિવાર્ય થઈ પડે છે. જૈનધર્મના જુદા-જુદા ફિરકાઓના અનુયાયીઓ વચ્ચે જો લગ્નસંબંધો યોજાવા લાગે, તો કદાચ તાત્કાલિક લાભ વિશેષ ન દેખાય, તો પણ સરવાળે એથી સમાજને લાભ જ થવાનો છે અને જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને થઈ રહેલા ભારે શક્તિક્ષયને સ્થાને તેની શક્તિમાં ઉત્તરોત્તર વધારો જ થવાનો છે એમાં અમને મુદ્દલ શક નથી.
સંભવ છે કદાચ આ વિચાર કોઈને નવો લાગે; પણ જેઓ દેશમાં અને દુનિયામાં પ્રસરી રહેલી હવાને સમજી શકે છે તેઓ તો જાણે જ છે કે વ્યક્તિગત રીતે તો લગ્નસંબંધોની વાડાબંધીના કોટમાં ક્યારનાં ગાબડાં પડી ગયાં છે, અને જૈનધર્મના જુદા-જુદા ફિરકાના અનુયાયી વચ્ચેના લગ્નસંબંધોની વાત તો ઠીક, જુદા-જુદા ધર્મો, જુદીજુદી જાતિઓ અને જુદાજુદા પ્રાંતો વચ્ચે પણ લગ્નસંબંધો બંધાવા લાગ્યા છે. પણ આવા સંબંધોની પાછળ વરકન્યાની પોતપોતાની પસંદગી સિવાય સમાજપ્રગતિની વિચારણા ભાગ્યે જ કામ કરતી હોય છે. પરિણામે, આવા સંબંધોથી સમાજને જે લાભ મળવો જોઈએ તે મળતો નથી, અને આવા પ્રસંગ માત્ર વ્યક્તિગત સગવડના પ્રસંગોરૂપે જ લેખાઈ જાય છે.
એટલે જો જૈનધર્મના અનુયાયીઓ વચ્ચે સાચે જ એકતા સ્થાપવી હોય, તો આવા વ્યક્તિગત દાખલાઓમાં કેવળ વ્યક્તિગત સગવડ સચવાય છે તેના બદલે. લગ્નક્ષેત્રનો વિસ્તાર થાય એવી વ્યવસ્થિત યોજના વિચારી કાઢવી જોઈએ. જેઓ આવી એકતામાં માનતા હોય તેઓએ આવા લગ્નસંબંધોને સુવ્યવસ્થિત રીતે ઉત્તેજન આપવું જોઈએ, તેમ જ અપનાવવા જોઈએ. જુદાજુદા ફિરકાઓ વચ્ચેના લગ્નસંબંધો એમની વચ્ચે એકતાને સ્થાપવામાં ઘણો જ અગત્યનો ફાળો આપી શકશે અને એકબીજા વચ્ચે આત્મીયતાના અમૃતનું સિંચન કરી શકશે.
એકતાના ચાહકો આ દિશામાં વિચારે અને એનો બને તેટલો અમલ કરે એમ ઈચ્છીએ.
(તા. ૨૩-૬-૧૯૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org