________________
૭૪
જિનમાર્ગનું જતન
પ્રવૃત્તિ, બધા ફિરકાના ધર્મગુરુઓનાં સ્વાગત, દર્શન તેમ જ ઉપદેશશ્રવણ માટે સમૂહરૂપે જવાની પ્રવૃત્તિ વગેરે લેખી શકાય. વળી, એકતાના વિચારના મૂળ પાયાને દઢ બનાવવો હોય તો આપણી ઊછરતી પેઢીનું સંસ્કાર-ઘડતર જ એકતાની ભાવનાથી ઓતપ્રોત થાય એવી લાંબા ગાળાની યોજના પણ આપણે હાથ ધરવી જ જોઈએ. આ માટે, વ્યાપક ભારતીયતાના સંદર્ભમાં, જેન ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, કળા જેવા વિષયોના કક્ષાવાર અભ્યાસક્રમો યોજીને (તેમ જ એનાં પાઠ્યપુસ્તકો જુદીજુદી ભાષાઓમાં પ્રગટ કરીને) પદવીઓ આપી શકાય એવી પરીક્ષાઓ નક્કી કરવી જોઈએ, અને એ માટે ખૂબ આકર્ષક બની શકે એવાં ઇનામો અને એવી છાત્રવૃત્તિઓ (સ્કૉલરશિપો) આપવાનું નક્કી કરવું જોઈએ.
અમે આગળ સૂચવ્યું તેમ, એકતા માટેના આવા ટૂંકા ગાળાના એટલે તાત્કાલિક ઉપાયોનો અમલ કરવો હોય કે લાંબા ગાળાની યોજનાને અમલી બનાવવી હોય, એ માટે સૌથી પહેલી જરૂર એ બધાં કાર્યોનું સફળતાપૂર્વક સંચાલન કરી શકે એવી માતબર અને શક્તિશાળી સંસ્થાની પડવાની. આવી સંસ્થાના અભાવમાં એકતાના વિચારો એ કેવળ હવામાં જ રહેવાના. એટલે જે સાધુઓ અને ગૃહસ્થો જૈનોની એકતાના મનોરથો સેવતા હોય અને એ મનોરથો સફળ થાય એ જોવા ઇચ્છતા હોય, એમણે અત્યારે પોતાનું સમગ્ર ધ્યાન આવી સંસ્થાને ઊભી કરવા તરફ અને એને પગભર બનાવવા તરફ જ આપવું જોઈએ.
અત્યાર સુધીના જૈનોના આંતરિક સંઘર્ષની વિગતો તપાસતાં સંઘર્ષનાં મુખ્ય બે કારણો હોય એમ લાગે છે : એક છે પોતાના ફિરકાને કે એની માન્યતાઓને ઊંચાં પુરવાર કરવા બીજા ફિરકાને અને એની માન્યતાઓને હલકાં સાબિત કરવાની નિદાખોરવૃત્તિ, અને બીજું કારણ છે અવારનવાર થઈ જતી એકબીજા ફિરકાઓનાં હિતોની અથડામણ. આમાં પલટાયેલા જમાનાની તાસીરે માનવીની ધર્મના નામે ચાલતી નિંદાખોર વૃત્તિને ઠીકઠીક ચૂપ કરી દીધી છે. એટલે, બહુ જ ઓછા અપવાદ સિવાય, જેન ફિરકાઓ એકબીજાની નિંદા કરવાની હીનવૃત્તિથી વિરમી ગયા છે; આમાં બધા ય ફિરકાઓનો સમાવેશ થઈ જાય છે. એકતા માટે આ એક ઘણી આશાસ્પદ અને આવકારપાત્ર બાબત છે. પણ એકબીજાનાં સ્થૂળ હિતોની અથડામણોના લીધે ઊભાં થતાં ઘર્ષણો દૂર થવાં હજી બાકી છે. આ બાબત ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર ફિરકાને વધુ લાગુ પડે છે. આ બંને ફિરકાઓમાં જિન-પ્રતિમાઓ, જિનમંદિરો અને તીર્થસ્થાનોને લીધે અપાર ઝઘડાઓ થયા છે અને અત્યારે પણ ચાલુ જ છે. જો એકતાની સ્થાપના કરીને એને ટકાવી રાખવી હોય, તો પહેલાં તો આવા ઝઘડાઓ ઊભા થવા જ ન પામે, અને ઊભા થાય, તો એ વધારે કડવાશ ફેલાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org