________________
જૈન ફિરકાઓની એકતા : ૪
ઉશ્કેરે એવી ભૂમિકા રચીને, એને આધારે કમિટીને આર્થિક સહાયતા કરવાની માગણી કરી છે. આ માટે એમણે વિરોધીઓથી તીર્થભૂમિઓનું સંરક્ષણ કરવાની જરૂરની સાથોસાથ મૂર્તિઓના સંરક્ષણની, પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધારની અને તીર્થક્ષેત્રોમાં સુવ્યવસ્થા કરવાની જરૂર તરફ પણ પોતાના સમાજનું ધ્યાન દોર્યું છે; અને એ બધાં કાર્યો સરખી રીતે થઈ શકે એ માટે કમિટીની પાસે સ્થાયી ફંડ હોવું જરૂરી એ મુખ્ય વાત રજૂ કરી છે.
૭૭
કોઈ પણ સંસ્થાને પોતાની પ્રવૃત્તિ આગળ વધા૨વા માટે આરંભે જ નાણાંની જરૂર પડે, અને એ માટે સમાજને ટહેલ નાખવી એ સમજી શકાય એવી બાબત છે. પણ પૈસા માટેની પોતાની માગણી રજૂ કરતાં લેખકે શ્વેતાંબરો તરફથી દિગંબર તીર્થસ્થાનો ઉપર થતાં આક્રમણોનો ભ્રામક હાઉ ઊભો કરીને દિગંબર સમાજની આળી કે સુંવાળી ધર્મલાગણીને ઉત્તેજિત કરીને પોતાનો હેતુ સિદ્ધ કરવાનો જે ભેદકારક પ્રયત્ન કર્યો છે એ અમને ખૂબ વાંધાજનક લાગ્યો છે. તેઓ ધારત તો ધર્મ ભયમાં છે’ જેવી સાવ ખોટી દલીલનો આશરો લીધા વગર પણ પોતાની માગણી દિગંબર સમાજ સમક્ષ રજૂ કરી શકયા હોત. પણ જ્યાં મનમાં ઊંડે-ઊંડે શ્વેતાંબરોને દિગંબરોના વિરોધીઓ માની લેવાની સાંપ્રદાયિક કટ્ટરતા ભરી પડી હોય, ત્યાં ચારેક-ક્યારેક આવા ઉદ્ગારો નીકળી પડે, એમાં નવાઈ પામવાની જરૂ૨ નથી.
બાકી, ખરી રીતે તો શ્વેતાંબરોનાં તીર્થક્ષેત્રોમાં દિગંબરોએ છાશવારે ને છાશવારે, નજીવાં કે નમાલાં કારણો શોધીશોધીને અને કાગનો વાઘ બનાવીને કેટકેટલા ઝઘડા ઊભા કર્યા છે અને હજી પણ કરતા રહે છે એનો ઇતિહાસ અવશ્ય જાણવા જેવો છે. પણ અહીં એ વાત પ્રસ્તુત નથી, એટલે એની ચર્ચા-વિચારણા જતી કરીએ. અહીં તો શ્રી રતનચંદભાઈએ શ્વેતાંબરોને કેવા ઠંડે કલેજે દિગંબરોના વિરોધીઓ તરીકે ઓળખાવ્યા છે એ જ જાણવું પ્રસ્તુત છે, એટલે એમના એ ઉદ્ગારો જ જોઈએ : “આપણાં કેટલાંક દિગંબર જૈન તીર્થક્ષેત્રો ઉપર વિરોધીઓ (વિક્ષિયોં) કે બીજા લોકોએ પોતાનો અધિકાર જમાવી લીધો હતો અને દિગંબર જૈન સમાજના હક્કો ઉપર તરાપ મારી હતી, ત્યારે તીર્થક્ષેત્ર-કમિટી મારફત એમની સામે કેસો લડવામાં આવ્યા અને દિગંબર જૈન સમાજના હક્કોની સાચવણી કરવામાં આવી.’
આ રીતે શરૂઆતમાં શ્વેતાંબરોનો ‘વિરોધીઓ' તરીકે મોઘમ ઉલ્લેખ કરવામાં આવેલ છે, પણ આગળ ચાલતાં આ વિરોધીઓ' એટલે શ્વેતાંબરો એવી સ્પષ્ટતા એ લેખમાંથી જ આમ મળી રહે છે :
“ક્ષેત્રોના સંરક્ષણનો પ્રશ્ન હજી સુધી પણ ગંભીર રહ્યો છે. વિરોધીઓ તરફથી અવારનવાર કંઈક ને કંઈક અવરોધો ઊભા થતા રહે છે. શરૂઆતથી જ એમનું વલણ કંઈક એવા પ્રકારનું રહ્યું છે કે કોઈ પણ ક્ષેત્રમાં (દિગંબર ક્ષેત્રમાં) કે કોઈ પણ મંદિરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org