________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૪, ૧૫
૫૯ કરીએ છીએ, અને વ્યવહારશુદ્ધિ તો એટલી હદે વિક્ષિપ્ત થઈ ગઈ છે કે આપણો વિશ્વાસ કરતાં લોક ખચકાય છે. અને છતાં એમ કહેવું અને માનવું કે આપણે આદર્શની અને ધ્યેયની રક્ષા કરીને ગુણવત્તામાં આગળ વધ્યા છીએ, એના જેવી ભ્રમણા, આત્મવંચના અને લોકવંચના બીજી કઈ હોઈ શકે?
અમને તો ચોક્કસ લાગે છે, કે રાજકારણી પુરુષો પોતાના દોષને કારણે જ પ્રજાની ઓસરતી શ્રદ્ધા અને હિંમતને ટકાવી રાખવાને માટે જેમ પ્રજા સમક્ષ બીજા દેશ સાથેના યુદ્ધની ભ્રામક વાતો કરે છે, તેવી જ આ બધી વાતો છે. આવી વાતોએ આપણને ગુણવાન બનાવવાને બદલે ગુણગ્રાહકતાથી વિમુખ બનાવીને આપણું ભારે અકલ્યાણ કર્યું છે. ઈતિહાસ એ વાતનો સાક્ષી બનીને ખડો છે.
દુનિયામાં હીરાના કોથળા કે ઢગલા ન હોય; એ તો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ હોય – એવુંએવું કહીને આપણા પોતાના જ દોષને કારણે ઘટતી જતી આપણી સંખ્યાને ગુણવત્તામાં વધારો થવારૂપે કે આદર્શ અને ધ્યેયની રક્ષારૂપે સંઘ સમક્ષ રજૂ કરવી એ જનતાને અભિમાનનો કેફ ચડાવવા જેવું અકાર્ય છે; અને આવા કેફનો ભોગ થનાર માનવીનો કે સમાજનો છેવટે પૂરેપૂરો વિનિપાત જ થવાનો એમાં જરા ય શંકાને અવકાશ નથી.
અમે ઇચ્છીએ છીએ કે જૈન સમાજ આવા કેફમાંથી ઊગરી જાય; એ માટે આવા ભ્રામક કે વિચિત્ર ખ્યાલો સમાજના મનમાંથી નીકળી જાય એ બહુ જરૂરી છે.
આવા ભ્રમોનું નિવારણ કરવાનું કાર્ય એ પવિત્ર ધર્મકાર્ય છે. આ કાર્ય કરીને જ આપણને ધર્મનો અને વિશ્વકલ્યાણનો સાચો માર્ગ સાંપડવાનો છે.
(તા. ૧૫-૧૨-૧૯૫૬)
(૧૫) વિશ્વશાંતિની અખંડ જ્યોતઃ જૈનોનું કર્તવ્ય
વિશ્વશાંતિ અને અહિંસા એ બંને શબ્દો જુદા હોવા છતાં એ એક જ લક્ષ્ય સિદ્ધ કરે છે; અથવા એ બંને શબ્દો વચ્ચેના ભેદનું વધુ સૂક્ષ્મ પૃથક્કરણ કરવું હોય તો એમ કહી શકાય કે એ બંને વચ્ચે સાધ્ય અને સાધન જેવો અતૂટ સનાતન સંબંધ છે. વિશ્વશાંતિને સાચે જ ફલિત કરવી હોય તો તે અહિંસા દ્વારા જ ફલિત થઈ શકે; બીજી રીતે નહીં. એટલે કે અહિંસાનો સાક્ષાત્કાર થાય, તો આપોઆપ વિશ્વશાંતિ આવી મળે; ભલે પછી એ માટેનો વાણીવિલાસ જરા પણ ન કરીએ. ૨૫-૩૦ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં દુનિયાએ બે ભયંકર વિશ્વયુદ્ધો નિહાળ્યાં, પરિણામે માનવજાતિનો ભીષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org