________________
જિનમાર્ગનું જતન આ તો જૈનોના જુદાજુદા સંપ્રદાયો વચ્ચેની એકતાની વાત થઈ. પણ આ પ્રક્રિયા કંઈ ત્યાં જ સીમિત નથી રહી, એની વિઘાતક અસર તો એક જ સંપ્રદાયના અનુયાયી વચ્ચે પણ પહોંચી ગઈ છે, અને ત્યાં પણ મતભેદ, મનભેદ વિરોધ અને કલહ-કંકાસનાં બીજ રોપાઈ ગયાં છે. એટલે છેવટે વાત આવીને દરેક વ્યક્તિને માટે જો એ જોરાવર હોય તો) કેવળ પોતાની મહત્તાને પ્રસ્થાપિત કરવામાં જ અટકે છે. પોતે અને પોતાનું માનેલું તે સાચું અને સારું અને બીજું બધું નકામું – આવી સાવ સાંકડી દૃષ્ટિ જ અંતે કેળવાઈ જાય છે. પરિણામે, વિશ્વમૈત્રીની વાત તો દૂર રહી, સામાન્ય માણસાઈનો ગુણ પણ ત્યાં દૂર રહી જાય છે.
જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયની જ વાત કરીએ ત્યાં વિવિધ ગચ્છો પરસ્પર હાર્દિક સ્નેહસંબંધ રાખે છે ખરા? તપગચ્છવાળા પોતાના ગચ્છ સિવાય બીજા તમામ ગચ્છોને ઊતરતા માને છે. એ જ સ્થિતિ ખરતર ગચ્છ, અંચળગચ્છ કે બીજા ગચ્છોની છે.
અરે, આટલું જ શા માટે ? એક ગચ્છમાં પણ જો સંપૂર્ણ એકતાની સાચી લાગણી પ્રવર્તતી હોય, તો એટલા પૂરતો પણ સંતોષ લઈ શકાય. પરંતુ એ વાત પણ કયાં છે? તપગચ્છમાં પણ એક મુનિસમુદાય બીજા મુનિસમુદાય પ્રત્યે સમાનતાની દૃષ્ટિથી જુએ છે ખરા ? ત્યાં પણ પેલો વ્યક્તિવાદ આવીને ખડો થઈ જાય છે.
જો જૈનોની એકતા આવી પોકળ જ રહી, તો પછી આપણે અંદરથી અને બહારથી બંને રીતે શક્તિહીન બનતા જઈએ એમાં અચંબો પામવા જેવું શું છે?
તો પછી કરવું શું?
આનો જવાબ શોધવા માટે આપણે દૂર જવાની જરૂર નથી. જો આપણે આપણાં મન અને બુદ્ધિને ઉઘાડાં રાખીએ તો આનો જવાબ આપણા તીર્થકર ભગવાને જ આપેલો છે; તે છે અનેકાંતવાદનો.
ગુણગ્રાહક દષ્ટિ અને સત્યનો સ્વીકાર કરવાની તૈયારી – એ બે વગર અનેકાન્તવાદનો અમલ શક્ય નથી અને એ બે વગર સંપની ભાવના પણ જાગવી શકય નથી.
એટલે એક જ ગચ્છમાં, એક જ સંપ્રદાયના જુદાજુદા ગચ્છોમાં અને જૈનધર્મના જુદા-જુદા સંપ્રદાયોમાં (અને છેવટે દેશના કે વિશ્વના સમસ્ત ધમોંમાં) સંપની સ્થાપના કરવાની મૂળ ભૂમિકા તે “મારું તે સારુ એવા કદાગ્રહનો ત્યાગ અને “સારું તે મારું'ની ગુણગ્રાહક દૃષ્ટિનો સ્વીકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org