________________
જૈન ફિરકાઓની એકતા : ૧, ૨
આવી ભૂમિકા જ સંપની સાચી ભૂમિકા બની શકે. બાકી બહારથી લાદેલી લાગણી તો કેવળ અલ્પજીવી જ બનવાની. આપણે સંપની ટકાઉ ભૂમિકા મેળવવી છે, કે અલ્પજીવી ભૂમિકા – એનો નિર્ણય કરી લેવાનો સમય પાકી ગયો છે.
(તા. ૧-૬-૧૯૫૭)
(૨) એકતાનો કોઈ માર્ગ છે ?
કોઈ પણ બીમારીને દૂર કરવા માટે સૌથી પહેલી જરૂર દર્દનું નિદાન કરવું એ જ છે; પછી એ કારણને દૂર કરે એવો ઔષધોપચાર કરીએ, તો એ બીમારી દૂર થયા વિના ન રહે. સાદી સમજની અને સૌના રોજના અનુભવની આ વાત અનેક જગાએ ઉપયોગી અને માર્ગદર્શક થઈ પડે એવી છે. જૈનધર્મના અનુયાયીઓમાં પડી ગયેલા ભેદોને દૂર કરીને એમની વચ્ચે એકતા સ્થાપવા માટેના ઉપાયની પણ આ જ દિશા છે.
નિદાન તો લગભગ (અને અમારી દૃષ્ટિએ તો સંપૂર્ણ) નિશ્ચિત છે કે ક્રિયાકાંડના ભેદોના કારણે જ એક જ ધર્મ અને એક દેવના ઉપાસકોની વચ્ચે ભેદોની દીવાલો ખડી થઈ છે. એ ભેદનું કારણ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી એ દિવાલો દૂર કરવાની વાતો કરવી એ નર્યું જીભ અને મગજને ખોટી કસરત આપવા જેવું કે આકાશકુસુમનો અભિલાષ સેવવા જેવું છે.
અહીં કોઈ જરૂર પૂછશે કે મોક્ષની સાધના માટે દિગંબરો વસ્ત્રરહિતપણાને અનિવાર્ય માને, શ્વેતાંબર મૂર્તિપૂજકો મૂર્તિને અનિવાર્ય માને અને સ્થાનકવાસીઓ મૂર્તિના પરિવારને અનિવાર્ય માને તો એમાં ક્રિયાકાંડનો ભેદ ક્યાં આવ્યો? એ તો સૈદ્ધાત્તિક મતભેદ ગણાય. અને તો પછી એવા સૈદ્ધાંતિક કે મૂળભૂત ભેદનું નિવારણ કિરીને એકતાની સ્થાપના કેવી રીતે કરી શકાય?
આ સમસ્યાના સમર્થનમાં વધારામાં કહેવું હોય તો કહી શકાય કે દિગંબરો કેવળીના કવલાહારનો અને સ્ત્રીની મુક્તિનો ઈન્કાર કરે છે, જ્યારે શ્વેતાંબરો એ બને બાબતોનો સ્વીકાર કરે છે. સ્થાનકવાસીઓ અમુક જ આગમોને અને તે પણ મૂળ સૂત્રોને જ પ્રમાણભૂત માને છે, જ્યારે જે. મૂર્તિપૂજકો પંચાંગી સહિત પિસ્તાલીસે આગમોને પ્રમાણભૂત માને છે – આ વિચારભેદ પણ કંઈ ક્રિયાકાંડમાંથી પેદા થયેલો નથી, પણ સિદ્ધાંત કે માન્યતાના ભેદમાંથી જન્મેલો છે; તો એ બધાનું નિવારણ કરીને પણ જૈનધર્મના અનુયાયીઓમાં એકતા કેમ કરી સ્થાપી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org