________________
૫૮
જિનમાર્ગનું જતન પોતાની શક્તિઓના બળે પોતાના અહં અને મમત્વને પોષવા માટે અને પોતાના મિથ્યાભિમાનનું જતન કરવા માટે જેનધર્મ અને સંઘના મૂળ ધ્યેયને હાનિ પહોંચાડે એવી પ્રવૃત્તિઓ કરવામાં પણ પાછું વાળીને જોયું નથી. આજે પણ આ પ્રક્રિયા ચાલુ જ છે; મતલબ કે અમુક વ્યક્તિ કે વ્યક્તિઓએ પોતાના મમત, કદાગ્રહ કે હઠાગ્રહને કારણે ધર્મના મૂળ ધ્યેયને પણ નેવે મૂક્યું છે. પછી બેયની રક્ષાની તો વાત જ શું કરવી ? આજે જેમનું નામ લેવામાં આપણે ભારે ગૌરવ લઈએ છીએ એ નવાંગવૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિજી પ્રત્યે એમના સમયમાં જે અવિવેક અને અવિનય દાખવવામાં આવ્યો હતો અને સંતપુરુષ આનંદઘનજી પ્રત્યે ક્રિયાકાંડી જડતાને કારણે જે ઉપેક્ષાભાવ સેવાયો હતો એ સુવિદિત છે. આવાં તો બીજાં પણ ઉદાહરણો મળી શકે. આ બધું શું સૂચવે છે? એ જ કે ધર્મના ધ્યેયની રક્ષા કોને કહેવી એ દૃષ્ટિ જ આપણે ખોઈ બેઠા છીએ; ધર્મની આપણી સમજણ વિકૃત બની ગઈ છે.
અને “આદર્શની રક્ષાને માટે સંખ્યાના ઘટાડાને સહન કરી લેવામાં આવ્યો; પરંતુ ધ્યેયને સુરક્ષિત રાખવામાં આવ્યું” – એમ કહેવું એ તો આવા વિચિત્ર ખ્યાલોની પરંપરા ઉપર કલગી ચડાવવા જેવું છે જૈનધર્મના અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો એના આદર્શની રક્ષાને માટે અને ધ્યેયને સુરક્ષિત રાખવાને માટે થયો છે એમ કહેવું એ તો કેવળ ઇતિહાસનું અજ્ઞાન અને સત્ય પ્રત્યે અણગમો દાખવવા બરાબર છે. જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી થવાનાં જે કંઈ કારણો હોય એમાં આગળ પડતાં કારણો તો આપણામાં ઉત્તરોત્તર વધતી જતી સંકુચિતતા, ઊંચ-નીચાણાના ભેદોને અપનાવવાને કારણે જન્મેલી માનવ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ – બલ્ક તિરસ્કારવૃત્તિ, ક્રિયાકાંડીય જડતાને કારણે પ્રગટેલી ધર્મની દિશાશૂન્યતા, “મારે તે જ સાચું'ની લાગણીને કારણે વ્યાપેલી સત્યવિમુખતા અને કદાગ્રહ કે હઠાગ્રહને કારણે ઘર કરી બેઠેલી અલ્પજ્ઞતા જ છે.
ઉપરના ઉદ્ગાર કાઢનાર મહાનુભાવની જેમ જેઓ એમ માનતા હોય કે આપણી સંખ્યામાં ભલે ઘટાડો થયો, પણ ધ્યેય અને આદર્શની રક્ષાને કારણે આપણી ગુણવત્તામાં વધારો થયો છે, એમને આપણે અદબ સાથે એટલું જરૂર પૂછી શકીએ, કે જૈનધર્મના અનુયાયીઓની ગુણવત્તામાં વધારો થયાનું આપનું કથન કઈ રીતે સાચું છે? ગુણવત્તાને પારખવાના બે માપદંડો જગજાહેર છે: જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ. જીવનશુદ્ધિ એટલે નિષ્કષાય વૃત્તિની પ્રગતિ અને વ્યવહારશુદ્ધિ એટલે પ્રામાણિકતા, નૈતિકતા, નિલભપણામાં અને નિર્દભપણામાં ઉત્તરોત્તર વિકાસ (એને પણ નિષ્કષાયપણું કહી શકાય). આ બંને માપદંડે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ એ માટે વિશેષ લખવાની જરૂર છે ખરી ? આપણી જીવનશુદ્ધિ એવી છે કે આપણે નર્યા કષાયોમાં જ રાચ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org