________________
જિનમાર્ગનું જતન તરીકે જૈનધર્મને વિશ્વધર્મ તરીકે અને અહિંસાને જૈનધર્મે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ તરીકે વર્ણવીએ, અને બીજી બાજુ હિંદુસ્તાનનાં જુદાં-જુદાં શહેરો કે ગામોમાં જ નહીં, ખાસ દિલ્હીમાં પણ હરિજનમંદિપ્રવેશની પ્રવૃત્તિનો આપણે ઠેર-ઠેર જોરપૂર્વક વિરોધ કરીને દેશમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવામાં સાથ આપવાનો ઈન્કાર ભણીએ, તો પછી આપણી માગણીની તેમ જ જૈનધર્મ વિશ્વધર્મ હોવાની આપણી વાતની રાજ્યકર્તા-વર્ગ ઉપર કે દેશની આમજનતા ઉપર કેવી અસર થાય? આ તો પોતાનું કહેલું પોતે જ ભૂંસી નાખવાનું (વતો-વ્યાધાત) થયું ગણાય ! આ રીતે બધાયને એટલું ચોક્કસ લાગ્યું કે આપણા પોતામાં જ કયાંક દોષનું મૂળ રહેલું છે.
મૂળે તો જૈનધર્મ ગુણપ્રધાન ધર્મ જ છે, અને એને જાતિવાદ કે વર્ણ સાથે કશી જ નિસ્બત નથી; ઊલટું જાતિવાદને તો એ અહિંસાવિરોધી માને છે. ભગવાન મહાવીરે માણસમાત્ર માટે ધર્મનો એટલે કે આત્મસાધનાનો રાજમાર્ગ ખુલ્લો કરીને બ્રાહ્મણત્વના વિકૃત બનેલા સંસ્કારને કારણે ધર્મમાં અને સમાજમાં જે ઊંચનીચભાવ પેસી ગયો હતો તે દોષને નિર્મૂળ કર્યો હતો. પણ જતે દહાડે આપણે એ દોષોને પાછા બોલાવી લાવ્યા અને જૈન ધર્મના મૂળસ્વરૂપને ખંડિત બનાવી દીધું. આ રીતે જૈનો જાણે પ્રચ્છન્ન બ્રાહ્મણો બની ગયા, અને ગુણપ્રધાન જૈનધર્મ જાતિપ્રધાન કે વર્ણપ્રધાન બની ગયો !
અસ્પૃશ્યતાનિવારણ-નિષેધ – સભામાં બધાયને અસ્પૃશ્યતાનિવારણમાં આપણે ક્યાં ઊભા છીએ અને ક્યાં ઊભા રહેવા માગીએ છીએ. એનો વિચાર કરવા જેવો તો લાગ્યો જ. આ સંબંધમાં સંમેલનના પ્રમુખ ડૉ. હીરાલાલજીએ જે સ્પષ્ટ અને નિખાલસ વાત કહી તે સૌને વિચાર કરવા પ્રેરે તેવી હતી. તેઓએ કહ્યું કે જેનોનો એક વર્ગ જૈનોને હિંદુ ગણવાનો વિરોધ કરે છે, અને એમ કહીને તેઓ હિંદુ કોડબિલ કે હિંદુ હરિજનમંદિઅવેશ બિલની અસરથી બચવા ઇચ્છે છે. પણ આમાં જેનોએ ખૂબ વિચાર કરવાની જરૂર છે. થોડા વખત ઉપર નાગપુરમાં હરિજન-મંદિપ્રવેશની પ્રવૃત્તિ શરૂ થઈ ત્યારે જૈન મંદિરોમાં પ્રવેશ કરવાની પણ વાત આવી. આ વખતે કેટલાક જૈનો મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાનને મળ્યા ને જેનો હિન્દુ નથી તેથી આ ધારો તેમને લાગુ ન પાડવો જોઈએ એવી માગણી કરી. મુખ્યપ્રધાને તેમની આ વાત માની લીધી અને હરિજનો જૈનમંદિરમાં પ્રવેશતા અટકી ગયા. પણ થોડા જ દિવસમાં આનું એક બીજું પરિણામ આવ્યું. નાગપુરમાં એક ટ્રસ્ટ તરફથી હિંદુઓને માટે લક્ષ્મીનારાયણ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, તેમાં કેટલાક જૈન વિદ્યાર્થીઓ પણ ભણે છે. જેનો હિંદુઓ નથી એ વાતની પ્રતિક્રિયારૂપે આ ઈન્સ્ટિટ્યૂટમાંના જૈન વિદ્યાર્થીઓને નોટીસો. મળી કે તેઓ હિંદુઓ નથી, તેથી તેમને તેમાંથી છૂટા કરવામાં આવશે. પણ ડો. હીરાલાલજીએ પોતે વચમાં પડીને એ વાત આગળ વધતી અટકાવી દીધી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org