________________
જિનમાર્ગનું જતન
છે કે વર્તમાનકાલે આપણા ભારત દેશ સમક્ષ જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમાં તન, મન, ધનથી ફાળો આપવો એ જૈન સમાજનું કર્તવ્ય છે.'' આ જ રીતે ભીલવાડા ગામની પાસેના નદરાઈ ગામમાં સ્થાનકવાસી સંઘનાં એક મહાસતીજી શ્રી જસકુંવરજીએ એક જાહેરસભામાં ભાષણ આપતાં જે રાષ્ટ્રપ્રીતિનું દર્શન કરાવ્યું તેની પણ સહર્ષ નોંધ લેવી જોઈએ.
૪૬
*
*
ચારેક મહિના પહેલાં પાકિસ્તાને શરૂઆતમાં કાશ્મીરમાં અને પછી દેશના બીજા ભાગો ઉપર આક્રમણ કરીને, એક જ મગની બે ફાડ જેવા અંતર્ગત બે ભાગો ઉપર, યુદ્ધનો દાવાનળ વરસાવ્યો ત્યારે રાષ્ટ્રીય કટોકટીની ભયંકરતાની કોઈ અવિધ જ ન રહી. આ કટોકટી કેટલી ગંભીર છે, કેટલી ઊંડી છે, કેટલું લાંબું આયુષ્ય લઈને જન્મી છે, તેમ જ એમાંથી બંને દેશોની કેટકેટલી ખાનાખરાબી થવાની છે અને વિશ્વશાંતિ કેટલી જોખમાવાની છે, એનો અંદાજ મેળવવાનું કામ ભલભલા નિષ્ણાત રાજનીતિજ્ઞો અને રાજકારણી પુરુષો માટે પણ ભારે મુશ્કેલ બની ગયું છે. એટલે, એવી બધી માથાકૂટ કે ચિંતામાં અટવાયા વગર, આપણો પ્રજાજનોનો કર્તવ્યમાર્ગ તો સાવ સ્પષ્ટ અને સુનિશ્ચિત છે કે રાષ્ટ્રની રક્ષાને જોખમ પહોંચાડે એવું એક પણ કાર્ય આપણા હાથે ન થઈ જાય એની પૂરેપૂરી તકેદારી રાખવી, અને આપણી જે શક્તિ, બુદ્ધિ અને સંપત્તિનો રાષ્ટ્રના રક્ષણમાં ઉપયોગ હોય તે હોંશે-હોંશે અર્પણ કરવા માટે હંમેશાં સંપૂર્ણ તૈયારી રાખવી.
(તા. ૮-૧૨-૧૯૬૨)
*
આવા યુગકર્તવ્યના પાલનનાં પરિણામ કેટલાં આવકારયોગ્ય આવે અને એની ઉપેક્ષાનાં પરિણામ કેવાં ભયંકર અને વિનાશકારી આવે એના જોઈએ તેટલા દાખલા ભારતના દૂરના અને નિકટના ઇતિહાસમાંથી મળી રહે એમ છે; તેમાં ય ઉપેક્ષાનાં માઠાં પરિણામના દુઃખદ પ્રસંગોથી તો આપણા ઇતિહાસનાં પાનાંનાં પાનાં ભર્યાં પડ્યાં છે !
રાષ્ટ્રને પણ વીસરી જવાય એટલી હદે ઊંચ-નીચપણાની લાગણીને બહેકાવી મૂકવામાં વર્ણવ્યવસ્થા, જ્ઞાતિવાદ અને કટ્ટર ધર્મપંથોએ એકસરખી રીતે ભાગ ભજવ્યો છે. એણે જ આપણને રાષ્ટ્રીય સંકટ વખતે કેટલીય વાર પાછા પાડ્યા છે.
પણ, અંગ્રેજોના લાંબા શાસનકાળે પ્રજામાં સંખ્યાબંધ અનિષ્ટોને જન્મ આપવાની સાથે કેટલીક સારી વાતોને પણ જન્માવી છે. રાષ્ટ્રીયતાની ભાવના એટલે કે આખું ભારત એક અને અખંડ છે અને સમગ્ર પ્રજાજનો એનાં જ અંગ છે એવી ભાવના પ્રજામાં જન્મી, પોષાઈ અને વ્યાપક બની, તે અંગ્રેજોના શાસન સમયમાં દેશને વિદેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org