________________
જિનમાર્ગનું જતન
અનેક માનવીઓની રક્ષા કરનારો થઈ પડે છે. એ સ્થિતિમાં ધર્મનું જતન કરવાનો સવાલ ઘણેખરે અંશે તો ઊભો જ થતો નથી.
૩૮
પણ જ્યારે, ધર્મપરંપરા જીવતી રાખવાની જવાબદારી પરંપરાથી નભાવનાર અગ્રણીઓની અને તેને આધારે એ ધર્મના અનુયાયી એવા સામાન્ય માનવીઓની ફાલતી જતી ક્ષતિઓ કે સંકુચિતતાઓના કારણે ધર્મનું ક્ષેત્ર સાંકડું બનવા માંડે છે, ત્યારે પરિસ્થિતિ નવું જ રૂપ ધારણ કરે છે. ત્યારે તો જે ધર્મમાર્ગ અનેકોનો રક્ષક બનતો હતો, એની પોતાની જ રક્ષાની ચિંતા ઊભી થવા લાગે છે. અને ધર્મક્ષેત્ર જેમ-જેમ વધુ સંકુચિત બનતું જાય, તેમ-તેમ એના રક્ષણ માટેના પ્રયત્નની વધુ ને વધુ જરૂર ઊભી થાય.
આ દૃષ્ટિએ જૈનધર્મના ક્ષેત્રવિસ્તારનો વિચાર કરીએ છીએ તો એકાદ ટેકરી કે પહાડનું જ ચિત્ર આપણી સામે ખડું થાય છે. પહાડ કે ટેકરી મૂળમાં ખૂબ વિસ્તૃત હોય છે, અને જેમજેમ ઉપર ચડતા જઈએ, તેમતેમ એ વિસ્તાર ઘટતો જાય છે. જૈનધર્મના વિસ્તારની પણ લગભગ આવી જ સ્થિતિ બની ગઈ છે. ભગવાન મહાવીરસ્વામીના સમયમાં અને તે પછીના કાળમાં જૈનધર્મે જે જાહોજલાલી ભોગવી હતી અને વર્ણ કે જ્ઞાતિના જરા પણ ભેદભાવ વગર માનવમાત્રને માટે પોતાનાં દ્વાર ખુલ્લાં રાખ્યાં હતાં, તેમાં કમનસીબે ફેરફાર થતો ગયો, અને ધીમે-ધીમે એ દ્વાર બંધ થતાં ગયાં. કરોડોની સંખ્યાના જૈનો આજે અમુક લાખમાં જ સમાઈ જાય છે તેનું મુખ્ય કારણ આપણા હાથે થયેલ આ ક્ષેત્રસંકોચ જ છે. બહુ જ થોડા અપવાદ સિવાય આજે જૈનધર્મના અનુયાયીઓ મુખ્યત્વે વૈશ્ય વર્ણના જ છે. બીજા વર્ણો અને બીજી જાતિઓ માટે જૈનધર્મ પરાયો બની બેઠો છે; અથવા એમ કહી શકાય કે અત્યારના જૈનધર્મ માટે વૈશ્ય સિવાયનાં વર્ગો કે જ્ઞાતિઓ અગ્રાહ્ય જેવાં બની ગયાં છે. વૈશ્યોમાંનો પણ કેટલો ભાગ જ જૈનધર્મને પાળે છે એ વળી બીજી બાબત થઈ.
આમ, જૈનધર્મનું ક્ષેત્ર ધીમે-ધીમે કરતાં અત્યારે એવું સંકુચિત બની ગયું છે કે એનું સંખ્યાબળ એની પોતાની હસ્તિ માટે પણ ચિંતા ઉપજાવે એટલું ઘટી ગયું છે. એક બાજુ જૈનધર્મની આવી નબળી સ્થિતિ પ્રવર્તે છે, અને બીજી બાજુ દેશનું રાજકારણ બહુમતીના માર્ગે આગળ વધીને પ્રજાસત્તાક રાજતંત્રને અપનાવે છે. આ સ્થિતિમાં જૈનસમાજે ગંભી૨૫ણે એ વાતનો નિર્ણય કરવાનો રહે છે, કે રાજકારણથી ઉદાસીન કે અળગા રહીને એ પોતાનું અસ્તિત્વ કેવી રીતે જાળવી શકવાનો છે.
ગયા અંકમાં અમે કહ્યું તેમ, અત્યારના સંજોગોમાં નાના કે મોટા કોઈ પણ સમાજને – ઇચ્છાએ કે અનિચ્છાએ – રાજકારણમાં સક્રિય ભાગ લીધા વગર ચાલે એમ નથી. મુશળધાર વરસાદ વરસતો હોય અને આખું શહેર કાં તો આશ્રય શોધતું
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org