________________
જિનમાર્ગનું જતન આ પછી બીજી વાત આવે છે આખા દેશ સાથે તાદામ્ય સાધવાની. રાજકારણમાં પ્રવેશ કરવાનો આશય અંગત લાભ મેળવવાનો રહે તો એનું કશું ચિરંજીવી પરિણામ ન આવી શકે. એમાં તો દેશના કલ્યાણની વાત જ મોખરે રહેવી જોઈએ. દેશનું ખરું કલ્યાણ સાધીશું તો આપણી જાતનું અને આપણા ધર્મનું હિત આપોઆપ જળવાઈ જવાનું એની આપણે ખાતરી રાખીએ.
એટલે જૈન કોમ જો અત્યારની આપણા દેશની રાજ્યશાસન-પદ્ધતિ સાથે બંધ બેસે તેવી અને એના સંચાલનમાં ઉપયોગી થઈ શકે એવી વ્યક્તિઓને તૈયાર કરવા તરફ પૂરતું લક્ષ આપે, તો હવે પછીના નજીકના ભવિષ્યમાં જ જેન કોમને દેશના રાજ્ય-સંચાલનમાં નિમણૂકો અને ચૂંટણીઓ એ બંને પદ્ધતિમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે એવી આશા જરૂર રાખી શકાય. અને જો જૈનોને રાજ્યસંચાલનમાં સમુચિત સ્થાન મળે તો દેશના કારોબારમાં સુવ્યવસ્થા, સચોટતા અને સુદઢતા લાવવામાં જરૂર નોંધપાત્ર સાથ મળે; કારણ કે રાજકારણને ખેડવાના આવા-આવા ગુણો જૈન કોમને સહજ રીતે જ વારસામાં મળેલા છે.
ગત જાન્યુઆરી માસ(૧૯૬૮)માં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો સુવર્ણમહોત્સવ ઉજવાયો તે પ્રસંગે રજૂ થયેલા મંત્રીઓના નિવેદનમાં રાજકારણમાં જૈનોના ઘટતા જતા મહત્ત્વ અંગે અંગુલીનિર્દેશ કરતાં કહેવામાં આવ્યું હતું : “રાજદ્વારી ક્ષેત્રે જૈન સમાજનું મહત્ત્વ દિવસે-દિવસે ખૂબ ગૌણ થતું જાય છે, એ માટે પણ કંઈક નક્કર પગલાં ભરવાની જરૂર છે. એ માટે જે કંઈ ઉપાયો યોજવામાં આવે એમાં પણ એ પ્રકારના શિક્ષણને આગવું સ્થાન મળવું જોઈએ.”
આ પ્રસંગે સુવર્ણમહોત્સવ-ગ્રંથના પ્રકાશન-વિધિ માટે મુંબઈ યુનિવર્સિટીના રેક્ટર પ્રોફેસર શ્રી ગોવર્ધન ડી. પારીખ હાજર રહ્યા હતા. તેઓએ જૈનો રાજકારણમાં કેવા હેતુથી ભાગ લે એ અંગે જાણે જનતાની લાગણીને વાચા આપતા હોય એ રીતે કહેલું : “અહીં રાજકારણમાં જૈનોએ ભાગ લેવા અંગે કહેવામાં આવ્યું છે. મારે આ અંગે કહેવું જોઈએ કે જૈનો રાજકારણમાં ભાગ ભલે લે, પણ એની પાછળનો એમનો હેતું રાજકારણને શુદ્ધ બનાવવાનો હોવા જોઈએ.”
મોટે ભાગે સત્તા અને સંપત્તિ સ્વાર્થની જનેતા જ હોય છે, અને જ્યારે એવું થાય છે ત્યારે એવી રાજસત્તા પ્રજાનું કલ્યાણ ભાગ્યે જ કરી શકે છે. આવી સ્થિતિમાં ત્યાગ, વૈરાગ્ય અને સંયમના માર્ગના પ્રશંસક અને ચાહક જૈનધર્મના અનુયાયીઓ પાસેથી સામાન્ય જનતા આવી અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે.
જાણે રાજકારણમાં ભાગ લેવાની દૃષ્ટિનો જૈનોને ખ્યાલ આપતા હોય એમ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પોતાના અંતિમ કહી શકાય એવા સંદેશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org