________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૧૧
અત્યારે પણ જૈન મહાજનની આ નામના કે પ્રતિષ્ઠા સાવ જતી રહી છે એવું તો નથી; છતાં એમાં ઠીક-ઠીક ઘટાડો થઈ ગયો છે એમાં શંકા નથી. ઉપરાંત દેશના રાજકારણમાં પણ જૈનોનું વર્ચસ્વ કે ચલણ ઘણું ઘટી ગયું છે નહીં જેવું જ બની. ગયું છે એ પણ એટલું જ સાચું છે. આમ થવાનાં જે કંઈ કા૨ણો હોય એમાં મુખ્યત્વે બે કારણો વિશેષ ધ્યાન ખેંચે એવાં છેઃ એક તો આપણી કોમ મૂળથી જ વેપારી કોમ હતી, છતાં છેલ્લાં વર્ષોમાં આપણે વધારે પડતા વેપાર-ઉદ્યોગપરાયણ બન્યા અને દેશના કારોબારમાં ક્રમે-ક્રમે ઓછો રસ લેતા થયા. અત્યારે પણ વ્યક્તિગત રીતે આપણી કોમની કેટલીક વ્યક્તિઓ રાજકારણમાં નોંધપાત્ર હિસ્સો આપી રહેલ છે અને એમનું એમાં કયારેક-કયારેક ચલણ હોય એવું પણ જોવા મળે છે. પણ એમાં સમૂહબળ કે સંઘ-પ્રતિનિધિત્વ નહીં હોવાથી એનો આપણી સંસ્કૃતિના રક્ષણ કે પ્રસારમાં કોઈ ઉપયોગ થઈ શકતો હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આનું બીજું અને કદાચ વધારે સબળ કહી શકાય એવું કારણ એ હોઈ શકે કે અત્યારના રાજકારણની રીતરસમોનાં રૂપરંગ પહેલાં કરતાં સાવ બદલાઈ ગયાં છે. પહેલાંની રાજ્યશાસનની પદ્ધતિ રાજાને કેન્દ્રમાં રાખનારી એટલે કે રાજાશાહી હતી; અત્યારે આપણા દેશની રાજ્યશાસનની પદ્ધતિ જેના કેન્દ્રમાં પ્રજા હોય એવી લોકશાહીની છે. આને લીધે સત્તાનાં પદોમાં, તેમ જ એ પદો માટે પસંદ કરાતી વ્યક્તિઓમાં, તેમ જ એવી વ્યક્તિઓની પસંદગીની પદ્ધતિમાં પણ નખશિખ કહી શકાય એવો ફેરફાર થઈ ગયો છે; અને આ પદ્ધતિ સાથે કામ લેવાની જૈન કોમને ફાવટ આવવી હજી બાકી છે, તેથી પણ અત્યારના રાજકારણમાં જૈન કોમનું સ્થાન ઓછું થઈ ગયું હોય એ બનવા જોગ છે.
આમ હોવા છતાં પણ એક પાયાની વાત આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ, કે રાજ્યશાસનની પદ્ધતિ ગમે તેવી હોય સામ્રાજ્યવાદી, રાજાશાહી, સરમુખત્યારશાહી, લોકશાહી કે સામ્યવાદી પણ રાજ્યના સંચાલન માટે સત્તા, સત્તાસ્થાનો અને સત્તાધારી વ્યક્તિઓની જરૂર સદાસર્વદા રહેવાની જ છે. ફક્ત એનાં બાહ્ય રૂપરંગમાં સમયની માગણી કે જરૂરિયાતના પ્રમાણમાં ફેરફાર કરતા રહેવું પડે એટલું જ.
-
Jain Education International
-
૪૧
છેલ્લે-છેલ્લે એના ઉપાયો સંબંધી વિચારી લઈએ.
અત્યારના રાજકારણમાં ભાગ લેવા માટેની પૂર્વતૈયારી અંગે અમે આગળ વિસ્તારથી લખ્યું જ છે. આપણા યુવાનોને વિવિધ વિષયોમાં દેશસેવાના કાર્યમાં ઉપયોગી થઈ શકાય એ રીતે, આપણે નિષ્ણાત બનાવવા જોઈએ. આ વાતની ઉપેક્ષા કરીએ તો રાજકારણમાં સફળ થવાની ચાવી જ આપણે ખોઈ બેસીએ. એટલે એ કામ તો વહેલી તકે હાથ ધરવું જોઈએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org