________________
૩૬
જિનમાર્ગનું જતન એકબીજાના પર્યાયવાચી બની ગયાં છે, અને આર્થિક વર્ચસ્વ વગરની રાજસત્તા જાણે શેરડીના કૂચા જેવી સારહીન ગણાવા લાગી છે.
અર્થ (ધન) એ તો જીવનની મોટા ભાગની જરૂરિયાતોને પૂરું કરનાર એક મહાસાધન છે. એટલે ડગલે ને પગલે એની ગરજ પડે એ સમજી શકાય એવી બીના છે. હવે જ્યારે એ અર્થ રાજકારણનું પ્રધાન અંગ બની બેસે અથવા તો અર્થકારણના કબજા ઉપર જ સમગ્ર રાજકારણનું મંડાણ થવા લાગે, ત્યારે રાજકારણ પણ આપોઆપ પ્રત્યેક માનવીના જીવનમાં અગત્યનું સ્થાન લઈ લે એ તદ્દન સ્વાભાવિક વાત ગણાય. આમ જાયે-અજાણ્યે પણ અત્યારના માનવજીવનનો ઝોક રાજકારણ તરફ ઢળવા લાગ્યો છે. પુખ્ત-મતાધિકારના ધોરણે ચાલતી આપણી અત્યારની લોકશાહી રાજવ્યવસ્થા આવી પ્રજાકીય ખબરદારી માટે જ અપનાવાઈ છે. જાગતી પ્રજા જ પોતાના રાજકારણને કબજામાં રાખીને આર્થિક તંત્રને સુવ્યવસ્થિત બનાવી શકે અને પોતાના જીવનક્રમને પ્રગતિશીલ બનાવી શકે – એ લોકશાહીનો સાર છે.
હવે મૂળ વાત ઉપર આવીએ.
જે દેશની પ્રજા ધર્મ, સંપ્રદાય, સમાજ કે જ્ઞાતિના જુદા-જુદા ઘણા વિભાગોમાં વહેંચાયેલી ન હોય, પણ આખી પ્રજાની જીવન-પ્રણાલિકા લગભગ એકસરખી હોય, ત્યાં રાજકારણનું રૂપ ગમે તેવા પલટા લે, છતાં તેની અસર આખી પ્રજા ઉપર મોટે ભાગે એકસરખી જ થવાની : પ્રગતિના સમયમાં સમગ્ર પ્રજા પ્રગતિને માર્ગે આગળ વધ, અવનતિનો કાળ આવી પડે તો યે તે આખા પ્રજાદેહમાં સમભાગે વહેંચાઈ જાય; એક આગળ વધે અને બીજો પાછો પડે એવું ત્યાં ભાગ્યે જ બને. એકના ભોગે બીજો ઉન્નત બને એવું પણ ત્યાં બહુ ઓછું બને. ઓછા વિભાગોવાળી પ્રજાને આ મોટો લ્હાવો છે.
પણ હિન્દુસ્તાન જેવા દેશ માટે સ્થિતિ સાવ જુદી છે. અહીં તો અનેક ધર્મ, અનેક સંપ્રદાય, અગણિત જ્ઞાતિઓ અને અસંખ્ય જાતિઓ ભર્યા પડ્યાં છે, અને સૌ પોતપોતાના નાનાસરખા વર્તુળમાં એવા તો મગ્ન છે કે એક પ્રજા તરીકેનાં સામાન્ય ગુણો કે લક્ષણો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હિન્દુસ્તાનના વતનીઓએ એક પ્રજા તરીકે પંકાવું હોય તો એણે ઘણું-ઘણું કરવાનું બાકી રહે છે.
એક બાજુ જ્યારે આ દેશની પ્રજા અનેક વિભાગો અને પેટાવિભાગોમાં વહેંચાયેલી છે અને બીજી બાજુ દેશમાં લોકશાહી રાજતંત્રની સ્થાપના થઈ ચૂકી છે, ત્યારે પ્રજાના બધા ય વિભાગો એકસરખી રીતે આગળ વધી શકે એવી જવાબદારીવાળી વ્યવસ્થા ઊભી થવી બહુ મુશ્કેલ છે. આ સ્થિતિમાં પોતાની અસ્મિતા ટકાવી રાખવાની સાથેસાથે દેશને બળવાન બનાવવાનો એકમાત્ર ઉપાય પ્રજાના દરેકે દરેક વિભાગે પોતે પોતાની સંભાળ રાખીને દેશના રાજકારણમાં પોતાનો પૂરેપૂરો ફાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org