________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૮
૩૧ આ વસ્તી-ગણતરી બે રીતે થઈ શકે : એક તો બધા ય ફિરકાના જેનો એકત્ર થઈને કામચલાઉ એવું વ્યવસ્થાતંત્ર ઊભું કરે કે જે દેશના બધા પ્રદેશોમાં અને દૂરદૂરના ખૂણાઓમાં વસતા જૈનોની વસ્તી-ગણતરી કરે. બીજી રીતે એ કે દરેક ફિરકો પોતા પૂરતું આવું વ્યવસ્થાતંત્ર ઊભું કરીને પોતપોતાના ફિરકાના અનુયાયીઓની ગણતરી કરે; અને છેવટે જુદા-જુદા ફિરકાના આંકડા મેળવીને સાચી સંખ્યા નક્કી કરી લેવામાં આવે. આ બીજી રીતે કામ કરવામાં અમુક ફિરકો આવું કામ હાથ ધરે અને બીજો એ કામ હાથ ન ધરે તો ન ચાલે; તો પાછું આપણી મૂળ શંકાનું નિવારણ થવાનું બાકી જ રહે.
અમને પોતાને તો આ બંને રીતો વ્યવહારુ લાગે છે; છતાં પહેલી રીત (બધા ય ફિરકા સાથે મળીને કામ કરે એ રીત) એકંદર ઓછા ખર્ચે અને ઓછા પરિશ્રમે તેમ જ પ્રમાણમાં ઓછા સમયમાં આ કાર્ય પાર પાડી શકે એવી છે. પણ આ તો અમારી પોતાની માન્યતા છે. બાકી તો જે વખતે આનો વિચાર કરવામાં આવતો હોય ત્યારે જે રીત પસંદગી પામે એ જ સાચી રીત સમજવી. અહીં તો અમારે ખાસ એટલે જ કહેવાનું છે કે ગમે ત્યારે પણ બધા ય ફિરકાઓના જૈનોએ આ કામ અવશ્ય કરવા જેવું છે.
(તા. ૨૫-૫-૧૯૬૩) જ્યારે સરકારની આગળ કોઈ બાબત સંબંધી રજૂઆત કે પ્રતિનિધિત્વ કરવાનો વખત આવે ત્યારે તો આપણી પોતાની માન્યતાના આંકડા નહિ પણ સરકારના દફતરે નોંધાયેલા જ આંકડા કામ લાગે એ સહેજે સમજી શકાય એવી વાત છે. આ દૃષ્ટિએ આગામી વસ્તી ગણતરીમાં આપણે જાગૃત રહીએ અને ધર્મના ખાનામાં “જૈન” નોંધાવીએ એ કેટલું જરૂરી છે તે સમજી શકાય એમ છે.
આપણી પોતાની નોંધણીનો એક બીજો લાભ એ પણ ખરો કે એથી જૈનધર્મના અનુયાયીઓની સંખ્યા સંબંધમાં આપણે કોઈ ભ્રમણામાં હોઈશું અને વગર સમજ્ય લેખાં કરતા હોઈશું તો આપણી એ ભ્રમણા દૂર થશે, અને જો એ આંકડામાં સાચાપણું હશે તો તેથી સરકારને પણ વસ્તુસ્થિતિનો ખ્યાલ આવશે. આમ ઉભય પક્ષે લાભ જ છે; તેમાં ય આપણને તો સવિશેષ લાભ છે એમાં શંકા નથી. આ દૃષ્ટિએ જ જૈનોના બધા ય ફિરકાના આગેવાનો અને બધી ય આગેવાન સંસ્થાઓ જાગૃત થયેલ છે અને પોતપોતાની શક્તિ પ્રમાણે પ્રચારકાર્યમાં લાગી ગયેલ છે તે બહુ સારું થયું છે. આપણે જોઈ શકીએ છીએ કે દર વખતની વસ્તી-ગણતરી કરતાં આ વખતે (૧૯૬૧માં) આપણે આ બાબતમાં કંઈક વિશેષ સજાગ બન્યા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org