________________
શિવાદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. માતાએ ચૌદ ઉજ્જવળ સ્વપ્ન દીઠાં. ગર્ભકાળ પૂરો થયે ચિત્રા નક્ષત્રમાં શ્રાવણ શુદિ ૫ ના રોજ તેમનો જન્મ થયે. દરેક તીર્થંકરની જેમ દેવીઓ અને ઇદેવોએ આવી તેમને જન્મોત્સવ ઉજવ્યું. પ્રભુ દિવસે દિવસે વયવૃદ્ધિ કરવા લાગ્યા. તેમના બધા ભાઈઓમાં તે સૌથી નાના હતા. તેમનું નામ અરિષ્ટનેમિ અથવા નેમનાથ હતું. યુવાનાવસ્થા થતાં તેમના પિતા તથા શ્રીકૃષ્ણ તેમના લગ્ન માટે પ્રબંધ કરવા લાગ્યા, પરંતુ કામને જીતનાર એવા શ્રી નેમિનાથે તે વાતને સાફ ઈન્કાર કર્યો. તેમનામાં અતૂલ બળ હતું, પણ અદ્યાપિ તે બળને કેઈને પરિચય થયો ન હતે. એકવાર તેઓ આયુદ્ધશાળામાં શસ્ત્રો જોવા માટે આવ્યા. ત્યાં એક મોટો શંખ પડયા હતા. એક રક્ષકે કહ્યું કે મહારાજ, આ શંખ તે એક શ્રીકૃષ્ણ સિવાય કોઈ ઉપાડી કે વગાડી શકે તેમ નથી. શ્રી નેમિનાથે પિતાના બળને ઉપયોગ કર્યો. શંખ હાથમાં લીધે અને જોરથી વગાડો. શંખ વાગતાં જ પ્રજાજનો કંપી ઉઠયા, સર્વત્ર કેલાહલ થયે, સમુદ્રમાં ખળભળાટ થયો અને શ્રી બળભદ્ર તથા કૃષ્ણ ક્ષોભ પામ્યા. તેઓ વિસ્મીત બની બેલી ઉડ્યા, અહે! આવો બીજો બલિષ્ટ કેણુ થયો? તપાસ કરતાં જણાયું કે યૌવનને પહેલે પગથીયે પ્રવેશનાર શ્રી નેમિનાથે તે શંખ વગાડ્યો. આ સાંભળી તેઓ ખૂબ આનંદ પામ્યા. તેમનું બળ ઓછું કરવા શ્રીકૃષ્ણ વગેરેએ તેમને પરણવાની વિનંતિ કરી, પણ શ્રી નેમિનાથે ન માન્યું. આખરે રાજ્યરાણીઓના આગ્રહથી, પોતાને હજુ ભેગાવલી કર્મ બાકી છે એમ જાણવાથી પિતે લગ્ન કરવા સંમત થયા. આથી શ્રી કૃષ્ણ સુરૂપ કન્યાની શોધ કરવા લાગ્યા. તેવામાં સત્યભામાએ કહ્યું કે મારી હાની બેન રામતી શ્રી નેમને લાયક છે. આથી શ્રી કૃષ્ણ ઉગ્રસેન રાજા પાસે ગયા અને તેની કન્યા રાજેમતનું શ્રી નેમનાથ માટે મારું કર્યું. ઉગ્રસેને પ્રસન્નવદને તે કબુલ કર્યું અને ઘડીયાં લગ્ન લીધાં. વિશાળ સૈન્ય સાથે શ્રી કૃષ્ણ, સમુદ્રવિજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com