________________
૪૨
પૌષધ કર્યો. ચંડબોતે પણ પૌષધ કર્યો હતે. પ્રતિક્રમણને અંતે ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતની ક્ષમાપના માગી, તે વખતે ચંડ પ્રદ્યોતે “કેદીને ક્ષમાપના શી’ એવો જવાબ વાળ્યો. પ્રાતઃકાળે પૌષધ પાળીને ઉદાયન રાજાએ ચંડપ્રદ્યોતને બંધનમુક્ત કર્યો અને તેને દાસી સાથે પરણાવીને ઉજજયિનીને માર્ગે રવાના કર્યો. ત્યાર • બાદ ઉદાયન રાજા વિતભય નગરમાં આવ્યો. એક દિવસે તેને ભગવાન મહાવીરના દર્શનની અભિલાષા થઈ. તેવામાં જ પ્રભુવીર તે નગરમાં પધાર્યા. આ સમાચાર સાંભળી ઉદાયન રાજા ધામધૂમ પૂર્વક પ્રભુના દર્શને ગયો, અને દેશના સાંભળી વૈરાગ્યપ્રેરિત બન્યો. તેને ચારિત્ર લેવાની ઉત્કટ ઈચ્છા થઈ, પરંતુ તે સાથે એવો વિચાર થયો છે, જે હું મારું રાજ્ય મારા પુત્ર અભિચ કુમારને આપીશ, તે તે રાજયમાં આસક્ત બનીને નરકે જશે, તેથી કેશીને રાજ્ય આપવું ઈષ્ટ છે. એમ ધારી તેણે ઘેર આવી પિતાનું રાજ્ય પોતાના ભાણેજ કેશીને આપ્યું અને પિતે દીક્ષા લઈ ચાલી નીક. (અભિચકુમાર રિસાઇને ચંપાનગરીમાં કેણિક પાસે જઈ રહે છે. પૂર્વકથા)
ઉદાયન મુનિ ભ. મહાવીર પાસે ૧૧ અંગ ભણ્યા અને પ્રભુની આજ્ઞા માગી એકલ વિહારી થયા. ફરતા ફરતા તેઓ વિતભય નગરમાં આવ્યા. આ સમાચાર કેશી રાજાને મળતાં, તેને વિચાર આવ્યો કે મામા પિતાનું રાજ્ય પાછું લઈ લેવાની લાલચે અહિં આવ્યા જણાય છે. તેથી તેણે ઉદાયનને ક્યાંઈ પણ રહેવા માટે સ્થાન ન આપવાને પ્રજાને આદેશ આપ્યો; પરંતુ આ આદેશને અનાદર કરીને એક કુંભારે ઉદાયનમુનિને ઉતારે આપે. કેશી રાજાએ એક બીજી યુક્તિ રચી. તેણે એક વૈદ્ય મારફત તેમને આહારમાં ઝેરી દવા અપાવી. આ દવાથી ઉદામન મુનિને શરીરમાં
અતૂલ વેદના થઈ. પરન્તુ મુનિએ કેઈ ઉપર લેશ પણ ક્રોધ ન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com