________________
૨૯૯
ગોશાલક મંખલીપુત્ર આવશે, માટે હું તેમને વંદન કરીને સેવા ભકિત કરીશ.
પ્રાતઃકાળ થયે. પ્રભુ મહાવીર તે નગરના ઉદ્યાનમાં પધાર્યા. સદ્દાલપુત્રે વાત જાણું, તેથી તે પરીવાર સહિત પ્રભુને વાંદવા ગયે. પ્રભુએ દેશના આપી. પ્રભુ જાણતા હતા કે સદ્દાલપુત્ર ગોશાલકના મતને અનુયાયી છે અને જે વસ્તુ બનવાની હોય છે તેજ બને છે, તેમ માનનારે છે; પણ ઉદ્યમ, પુરૂષાર્થને માનતા નથી. તેથી સદાલપુત્રને સમજાવવા પ્રભુ મહાવીર તેને ત્યાં ગયા. અને ત્યાં પડેલા માટીના ઘડા સદાલપુત્રને બતાવીને કહ્યું જુઓ, આ માટીના ઘડા શી રીતે બન્યા ? સદ્દાલ પુત્રે કહ્યું, પ્રભુ, એ બનવાના હતા ને બન્યા. પ્રભુએ કહ્યું, ઉદ્યમ કરવાથી થયાને ? ત્યારે સદ્દાલપુત્રે જવાબ આપે –પ્રભુ, જગતમાં જે બનવાનું હોય છે તે કુદરતી રીતે બજેજ જાય છે, તેમાં પુરૂષાર્થને કઈ લાગતું વળગતું નથી. સદ્દાલપુત્રને પ્રભુએ સમજાવવા પ્રયત્ન કર્યો છતાં તે સમજ્યો નહિ. તેથી ફરીથા પ્રભુએ પ્રશ્ન કર્યો જે કઈ પુરૂષ હારા માટીના વાસણોને ફેડી નાખે, અથવા હારી સ્ત્રી સાથે ભોગવિલાસ કરે તે તું શું કરે ? સદાલપુત્રે કહ્યું –“ હું તેને પૂરતી શિક્ષા કરું.” પ્રભુએ કહ્યું. શિક્ષા કરવાનું કોઈ કારણ? જે બનવાનું છે તે બન્મેજ જાય છે ને ! સદાલપુત્ર તરત ચમક્યો. તેણે પ્રભુ મહાવીરની વાત સત્ય ભાની, અને પુરૂષાર્થને માનનારે થયે. પ્રભુએ તેને ધર્મ સંભળાવ્યો. સદ્દાલપુત્ર બારવ્રતધારી શ્રાવક થયો. આ વાતની ગોશાલકને ખબર પડી. તેથી તે સદાલપુત્ર પાસે આવ્યા. પિતાના મતને મનાવવા તેણે ઘણું પ્રયત્ન કર્યો, પણ તે સર્વ ફેગટ ગયા. એકવાર સદ્દાલપુત્ર પિષધશાળામાં ધર્મધ્યાન કરતા હતા, તે વખતે અર્ધી રાત્રીએ એક દેવ આવ્યો, તેણે ભયંકર રૂપો કરી સદ્દાલપુત્રને ધર્મથી ચળાવવા ઘણા
પ્રયત્ન કર્યા; છતાં સદ્દાલપુત્ર ડગે નહિ. સાલપુત્રના ત્રણે પુત્રોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com